દ્વારકાના ખેડૂતનો નવતર પ્રયોગ, ડીઝલનો ભાવ આસમાને પહોંચતા CNG કારથી શરૂ કરી ખેતી, કલાકમાં ફક્ત 50 રૂપિયાનો થાય છે ખર્ચ

પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol diesel price) હાલ આસમાને પહોંચ્યા છે. મોંઘવારીમાં ટ્રેક્ટર (Tractor) જેવા આધુનિક સાધનોથી ખેતી કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા દેવભૂમિ દ્વારકાના એક ખેડૂતો ડીઝલનો ખર્ચ બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડૂતના આ નવતર પ્રયોગ તરફ તમામ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. ટ્રેક્ટરથી જ્યાં એક કલાક ખેતી કરવા માટે 400થી 500 રૂપિયા ખર્ચ આવે છે ત્યારે આ ખેડૂતના પ્રયોગથી કલાકમાં ફક્ત 50-100 રૂપિયમાં ખેતી કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખંભાળિયા તાલુકાનું નવા તથીયા જે હાલ ચર્ચામાં આવ્યું છે. અહીં એક ખેડૂતે પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો સામે ખેતી માટે એક નવી પદ્ધતિ અપનાવી ખર્ચમાં બચાવ કર્યો છે. અહીંના ખેડૂતે મારુતિ કારમાં સીએનજી ગેસની મદદની ખેતી શરૂ કરી છે. જેનાથી ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે. મારુતિમાં ગેસ પુરાવીને આ ખેડૂત હાલ ખેતી કરી રહ્યો છે. જેને લઈને ખેડૂતને આવતો ખર્ચ ઘટ્યો છે.

ટ્રેક્ટરથી ખેતી કરવા માટે એક કલાકના 600 રૂપિયા સુધી ખર્ચ આવે છે. તેની સામે મારુતિમાં ગેસના પ્રયોગથી ખેતીમાં માત્ર 50 રૂપિયા જેટલો નહિવત ખર્ચ આવતો હોવાનો ખેડૂતનો દાવો છે. આ રીતે ડીઝલના ખર્ચમાં મોટી બચત થતા ખેડૂતને મોટો ફાયદો મળશે.

ખેડૂતને વાવણી સમયે દિવસના 8 કલાક કામ કરવું હોય તો તેનો ટ્રેક્ટરનો ખર્ચ 5,000 રૂપિયા જેટલો આવી શકે છે. જ્યારે આ મારુતિમાં ગેસ પુરાવી 8 કલાકના કામનો ખર્ચ માત્ર 400 રૂપિયા જ થાય છે. આથી ખેડૂત એક જ દિવસ દિવસમાં સીધો ચાર હજાર રૂપિયા જેટલી બચત કરી શકે છે.

હાલ તો ખેડૂતે અપનાવેલો આ કીમિયો ખૂબ કારગત સાબિત થયો છે. ખેડૂતનો આ નવતર પ્રયોગ હાલ આપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. સાથે આ નવતર પ્રયોગ સરકાર માટે પણ વિચારવા અને સમજવા જેવો છે. સરકારે સમજવું પડશે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી ખેડૂતોને કેટલો માર પડી રહ્યો છે.

આ મામલે ખેડૂત પ્રવીણ કરમુર અને લખમણ કરમુરે જણાવ્યું હતું કે, “અમારા બાપ દાદા ખેતી કરતા હતા. હવે અમે પણ ખેતી કરીએ છીએ. ટ્રેક્ટરમાં કલાકમાં 500-600નો ખર્ચ આવે છે. જ્યારે આ કારમાં 50-100 રૂપિયા ખર્ચ આવે તેવો અંદાજ છે. આથી અમે અમારી પાસે પડેલી જૂની કારનો ઉપયોગ કર્યો અને પરિણામ પણ સારું મળ્યું છે. અમે વિચાર કર્યો કે ખેતીકામ માટે કાર ચાલે કે નહીં? જે બાદમાં અમે તેનો ઉપયોગ કર્યો હતો. અમારો આ અખતરો સફળ રહ્યો છે. હાલ જે રીતે ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને જોતા ખેડૂતોને હવે તે પરવડે તેમ નથી.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો