દુર્ગાષ્ટમીએ માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી અંબાજીમાં હજારોની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 52 ગજની ધજા ચડાવી

નવરાત્રિમાં આઠમના દિવસે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા. જ્યારે ભક્તો 52 ગજની ધજા લઈને પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘજા ચડાવી હતી. આ આઠમ વર્ષ દરમિયાનની સૌથી માટી આઠમ મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ શક્તિપીઠના દર્શને મોટી સંખ્યામાં ઉમટે છે.

રાજવી પરિવાર પણ દર્શને આવ્યો

ભક્તો આઠમે નત્ મસ્તક થઈ માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. જેને લઈ દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવાર અને મહારાણા મહીપેન્દ્રસિહજી પણ તબિયત નાદુરસ્ત હોવા છતા આજે અંબાજી મંદિરે દર્શન માટે પહોચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે ભટ્ટજી મહારાજ પણ આજની પૂજા દરમિયાન વિશ્વ કલ્યાણ માટે આશીર્વાદ મેળવતા હોય છે .

મહા અષ્ટમી ના અંબાજી માતા ના પરમભક્ત એવા દાંતા (ભવાનગઢ) ના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે માઁ અંબે ની પૂજા આરાધના અને યજ્ઞ કરવામાં આવ્યો. અંબાજી મન્દીર નો ચાચરચોક પણ દર્શનાર્થીઓ ની ભીડ થી ઉભરાઈ ગયો હતો. .


(તસવીર અને માહિતી: જગદીશ જોષી,અંબાજી)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો