સુરતના તરસાડીમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ અને વોશિંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું, લાખો રૂપિયાનો મુદ્દામાલ સીલ

સુરત જિલ્લામાં મહુવાના તરસાડી ગામે એક ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ તેમજ કપડા ધોવાના પાઉડર બની રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કંપની તેમજ બોમ્બે હાઈકોર્ટનો સ્ટાફ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ પાડી હતી. જેમાં ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવવાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

કેટલાક ઈસમો ગોડાઉનમા ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવી રહ્યા હતા

મહુવા તાલુકાના તરસાડી ગામે હિન્દુસ્તાન લીવર કંપનીની વિવિધ પ્રોડક્ટ જેવી કે શેમ્પુ અને સર્ફ એક્સેલ પાઉડર સહિતની પ્રોડક્ટની ડુપ્લિકેટ પ્રોડક્ટ એક ગોડાઉનમા બનતી હોવાની બાતમી હિન્દુસ્તાન લિવર કંપનીના કર્મચારીને મળી હતી. જે બાતમી આધારે તેમણે ખરાઈ કરી બોમ્બે હાઈકોર્ટને જાણ કરી હતી અને તા-24/1/2020ને શુક્રવારના રોજ હિન્દુસ્તાન લીવર કંપનીના કર્મચારી અને બોમ્બે હાઈકોર્ટના સ્ટાફ દ્વારા મહુવા પોલીસની મદદ લઈ તરસાડી ગામે રાત્રે ગોડાઉનમાં રેડ પાડી હતી.

પોલીસની રેડ દરમિયાન કેટલાક ઈસમો ગોડાઉનમા ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવી રહ્યા હતા. પોલીસ અને કંપની તેમજ હાઈકોર્ટના માણસોએ આ ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવી ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર અને તે ભરવા માટેના પાઉચ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો