હવે ધો.10-12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે નહીં ખાવો પડે ગાંધીનગરનો ધક્કો, ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1952થી અત્યાર સુધીની ધોરણ 10 અને 12ની માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે.

ઘરે બેઠા એક અઠવાડીયામાં જ માર્કશીટ મળી જશે

માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની લગભગ પાંચ કરોડ માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ઘરે બેઠા ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને તેના માટે નિયત કરેલી ફી ચૂકવવી પડશે. આ કાર્યવાહી થયા બાદ અરજદારને કુરિયર મારફતે ઘરે બેઠા એક અઠવાડીયામાં જ માર્કશીટ મળી જશે. નવી સિસ્ટમને કારણે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો