તમારા રસોડામાં નકલી જીરૂં તો નથી ને? ઝાડુ, પથ્થર અને શીરાની ભેળસેળ અંગે જાણી ચોંકી જશો, પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડી પાડી

મરચાંથી લઇ હીંગ સુધી તમામને તમે ભેળસેળના સમાચાર ખૂબ વાંચ્યા હશે પરંતુ નકલી જીરું બનાવતી ફેકટરી અંગે કદાચ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. જી હા બવાનામાં પોલીસે જીરું બનાવાની ફેકટરી પકડી છે. નવી દિલ્હી નજીક પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડી પાડી છે. આ સાથે જ નકલી જીરૂં બનાવતી ગેંગના સભ્યોનો પણ પર્દાફાશ કરી તેમની ધરપકડ કરાઇ છે.

પોલીસે અહીંથી 19400 કિલોગ્રામ નકલી જીરૂ, 5250 કિલો પથ્થરનો પાવડર, 1600 કિલો ફૂલ ઝાડુ અને 1225 કિલો ગોળનો શીરો મળી આવ્યો હતો. નકલી જીરાને અસલી જીરા સાથે 80:20 ભેળસેળ કરીને લાખો રૂપિયાનો નફો મેળવવામાં આવતો હતો. આ ગેંગના તાર યુપીના શાહજહાપુર સુધી જોડાયેલા છે.

ઓછા ખર્ચે વધુ નફો

ધરપકડ કરાયેલ વ્યક્તિઓ પૈકી એક ફાઇનાન્સર હતો જ્યારે બાકીના ચાર વ્યક્તિ આ ફેકટરીમાં કામ કરતાં મજૂર હતા. નકલી જીરું બનાવવા માટે જરૂરી સામાનને તેઓ યુપી અને રાજસ્થાનના જુદા-જુદા વિસ્તારોમાંથી મંગાવતા હતા. તેમજ થોડા થોડા મહિનાઓમાં પોતાની ફેકટરીને એક ગામથી બીજા ગામમાં ફેરવી નાંખતા હતા. આ પહેલાં યુપી, રાજસ્થાન અને ગુજરાતમાં પોતાના ઠેકાણા બનાવી દેશભરમાં નકલી જીરૂં સપ્લાય કરતા હતા.

ઝાડુ જે ઘાસમાંથી બને છે તેમાંથી જ જીરૂં

આરોપીઓને આકરી પૂછપરચ્છ કરતાં ખબર પડી કે આ નકલી જીરૂં તેઓ મસાલા માર્કેટના વેપારીઓને 20 રૂપિયા કિલોના ભાવે વેચતા હતા. નકલી જીરૂ બનાવવા માટે ફકત ત્રણ જ વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલાં જંગલી ઘાસ જે નદી કે નહેરના કિનારે ઉગી નીકળ છે. આ ઘાસની ખાસિયત એ છે કે તેમાં જીરાની સાઈઝના હજારો દાણા રહેલા હોય છે. આ ઘાસનો ઉપયોગ ઝાડુ બનાવવા માટે પણ થાય છે.

ગરમ ગોળના શીરાની અંદર ભેળસેળ

માર્કેટમાં 5 રૂપિયા કિલોના ભાવે મળતા આ ઘાસને પશુઓ માટે અથવા ઝાડુ બનાવવા માટે ઉપયોગમાં લેવાના હોવાનું કહીને ફેકટરી સુધી લાવવામાં આવતુ હતું. જે બાદ ઘાસને ઝાટકીને તેમાંથી ખૂબ મોટી માત્રામાં આ જીરા જેવા દેખાતા દાણાને ઝાટકી લેવામાં આવતા હતા. જે બાદ તેને ગોળને ગરમ કરીને તેનો શીરો બનાવી આ દાણા તેમાં નાંખવામાં આવતા હતા.

બંનેને ભેળવ્યા બાદ થોડા સમય પછી બહાર કાઢી લેવામાં આવતા હતા. જેને સૂકવ્યા બાદ તેમાં પથ્થરનો પાઉડર અને સ્લરી નાખીને મિક્સ કર્યા બાદ તૈયાર થઇ જતુ હતુ નકલી જીરૂ. આ કામ માટે મજૂરોને કિલોએ 2 રૂપિયા મજૂરી આપવામાં આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો