દિલ્હીથી ગુજરાત આવતી કારમાંથી ઝડપાયા કરોડો રૂપિયા, ગણતરી કરવામાં જ સવારથી સાંજ પડી ગઇ

કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જોઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જિલ્લાના બિછીવાડા પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે. આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને મોટી રકમ લઈને ગુજરાત જઇ રહ્યા હતા અને દિલ્હીથી કાર લઇને આવી રહ્યા હતા. સમરીયાના જણાવ્યા મુજબ, આ કેસ હવાલાના વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

બિછીવાડા પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને અટકાવી તલાશી લેતાં સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોનાં બંડલ દેખાયાં હતાં. જ્યારે કાર ચાલકોની રોકડ અંગે પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

આ પછી પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસે કબજે કરેલી કાર અને આરોપીઓની સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નોટોની ગણતરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી 4 કરોડ 49 લાખ 99 હજાર 500 રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો