ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા ગંભીર અકસ્માતમાં દબાઇ ગયેલા દંપતીનું મોત, જ્યારે 2 બાળકોનો આબાદ બચાવ

તાપી જિલ્લાના ઉચ્છલના ગવાણ ગામની સીમમાં સામેથી પૂરપાટે હંકારી આવતી ડમ્પરના ચાલકે કારને અડફટે લેતાં અકસ્માત થયો હતો. જેમાં અંદર સવાર દંપતિ દબાઇ જતાં સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે 2 માસૂમ બાળકોનો બચાવ થયો હતો. ગામલોકો દોડી આવી કારના કાચ તોડી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક કારને ઢસડી જવાથી કચ્ચરઘાણ વળી ગયો હોય દંપતિનાં મૃતદેહ કાઢવા ક્રેઇન લાવવાની ફરજ પડી હતી. મહારાષ્ટ્રથી પરિવાર વહેલી સવારે વાપી જવા નીકળ્યો હતો.

ડમ્પરે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

સ્થળ પરથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નંદુરબાર શાહદાના અનરદ ગામના વતની યોગેન્દ્રસિંહ સરદારસિંહ રાજપૂત (ઉ.વ.38) વલસાડના વાપી ખાતે પત્ની ગાયત્રીબેન રાજપૂત (ઉ.વ.34) અને બે દિકરા મયંક અને નીલ સાથે રહેતા હતા અને યુ મેડિકા લેબોરેટરી પ્રા.લિ.માં નોકરી કરતા હતા. આ રાજપૂત પરિવાર પોતાના વતન ગયું હતું અને વહેલી સવારે પરિવારના 4 સભ્યો ઇન્ડીકા કાર વિસ્ટા( MH-39-J-1412)માં નીકળ્યા હતાં. સવારે 7:45 વાગ્યે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગવાણ ગામની સીમમાંથી પસાર થતાં હતા. દરમિયાન ગ્રીડ ભરેલા ડમ્પર( GJ-21-V-4428)નો ચાલક ઉચ્છલ તરફથી પૂરપાટે હંકારી આવી ગફલત રીતે સામેથી આવતી પરિવારની ઇન્ડીકા કારને અડફટે લેતા ગોઝારો અકસ્માત થયો હતો.

દંપતિ કારમાં જ ચગદાઇ ગયા

ટ્રક ચાલકે કારને ઢસડી જઇ રોડની સાઇડના ખાડામાં ઉતરી ગઇ હતી. જેથી કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. ટ્રક નીચે કાર લોચો થઇ ગઇ હતી. દંપતિ કારમાં જ ચગદાઇ જતાં ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. એક બાળકને પગમાં ઇજા થઇ હતી, જોકે, બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના અંગે ઉચ્છલ પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દબાઇ ગયેલી કારમાંથી મૃત દંપતિને ક્રેઇનની મદદથી બહાર કાઢ્યાં

કારને નડેલો અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર પતિ-પત્ની દબાઇ ગયા હતાં. બીજી તરફ બંને બાળકો નીલ રાજપૂત(ઉ.વ.8) અને મયંક રાજપૂત(ઉ.વ.13) કારની અંદર હોય ગ્રામજનો આવી પ્રથમ કારનો કાચ તોડી બંન્ને બાળકોને બહાર કાઢ્યાં હતા. મૃત દંપતિની લાશને બહાર કાઢવા ક્રેઇન અને જેસીબી લાવી તેની મદદથી કારને તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.

8 વર્ષીય નીલે અકસ્માતની દાદાને જાણ કરી

અકસ્માતમાં 2 બાળકો નીલ ધો-3માં અભ્યાસ કરે છે. જ્યારે મયંક રાજપૂત ધો-6માં વાપી ખાતે અભ્યાસ કરે છે. અકસ્માત થતાં જ નીલ રાજપૂતે ઘટના સ્થળેથી શાહદા રહેતા દાદા સરદારસિંહ રાજપૂતને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો