સુરતની 45થી વધારે સોસાયટીમાં વધારે વીજ બીલ આવતા ટોરેન્ટ પાવરના અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે બે મહિના જેટલો સમય રાજ્યમાં ધંધા ઉદ્યોગો બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ લોકડાઉનમાં લોકોના વીજ બીલ પણ વધારે આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યાંક ખાનગી વીજ કંપનીના બીલમાં બેથી અઢી ગણો વધારો થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે અને કેટલી જગ્યા પર સરકારી વીજ કંપની દ્વારા લોકોને આપવામાં આવેલા વીજ બીલ વધારે હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વીજ બીલને વધારે આવતા લોકોમાં રોષ જોવા મળી રહો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી 45 કરતા વધારે સોસાયટીના લોકોએ ટોરેન્ટ કંપની સામે બાયો ચડાવી છે અને આંદોલન કરવાની તૈયારી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી 45થી વધારે સોસાયટીના રહીશો દ્વારા ટોરેન્ટ કંપનીએ આપેલા વીજ બીલને લઇને આક્ષેપ કર્યો છે કે, જે લોકોને સામાન્ય દિવસોમાં 1,500થી 2,000 રૂપિયા લાઈટ બીલ આવતું હતું, તે લોકોને લોકડાઉનના સમયમાં 12થી 15 હજાર રૂપિયા સુધીના વીજ બીલ આપવામાં આવ્યા છે. જેના કારણે ટોરેન્ટ વીજ કંપનીની સામે મોરચો માંડવા માટે 45 સોસાયટીના લોકોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં આગામી દિવસોમાં વધારે બીલ આપનારી ટોરેન્ટ કંપનીની સામે ક્યા પ્રકારની લડત અપાવી, તે બાબતે રણનીતિ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સોસાયટીની અંદર ટોરેન્ટ કંપનીના અધિકારીઓને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. આ બાબતે સોસાયટીના લોકો દ્વારા એક બેનર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, ‘લૂંટારૂ ટોરેન્ટ કંપનીના અધિકારીઓ-કર્મચારીઓએ આ સોસાયટીમાં દાખલ થવું નહીં.’

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં જ્યારે આ સ્થાનિક લોકોના બીલ વધારે આવ્યા હતા, તે સમયે જ તેઓએ ટોરેન્ટની ઓફીસ પર વધારે લાઈટ બીલ બાબતે વિરોધ કર્યો હતો અને રીડીંગ ચેક કરીને ફરીથી બીલ બનાવવાની માંગણી કરી હતી પરંતુ સ્થાનિકોને વીજ બીલમાંથી રાહત ન મળતા અંતે 45 જેટલા સોસાયટીના લોકોએ ટોરેન્ટ કંપનીએ આપેલા વધારે બીલને લઇને આંદોલન કરવાની તૈયારી કરી દીધી છે. જો કે, વધારે વીજ બીલ આવવા પાછળ કંપનીના અધિકારીઓ દ્વારા લોકડાઉનમાં 24 કલાક પરિવારના સભ્યો ઘરે હોવાથી વીજ વપરાસ વધારે થયો હોવાનું કારણ દર્શાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો