કોરોનાએ ધંધાની કમર તોડી : 23 હજાર કરોડની ખોટને કારણે ગુજરાતમાં ટ્રાવેલ-સંચાલકોને 13 હજારમાંથી 5500 બસ વેચવા મૂકવી પડી

કોરોનાનું જોર સતત વધતા રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. ટૂર-ટ્રાવેલચાલકોના ફેડરેશનના જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢી છે. 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે. રાજ્યમાં 2300 કરોડનું નુકસાન છે, જેમાં સૌથી વધુ અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ છે. એકલા અમદાવાદના ટૂર-ટ્રાવેલ-સંચાલકોને જ કુલ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચી દેવાની ફરજ પડી છે જ્યારે વિવિધ ટ્રાવેલ-સંચાલકોએ 1,250 બસો વેચવા કાઢી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરના લીધે 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે પટેલ ટ્રાવેલ્સે પોતાની 50 બસો વેચી દીધી હોવાની જાહેરાત કરતાં અમદાવાદના બસમાલિકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

62,500 વ્યક્તિનું ભરપોષણ અટકી ગયું

ગુજરાત ટૂરિસ્ટ વેહિકલ ઓપરેટર એસોસિયેશનના પ્રમુખ કિરણ મોદીએ કહ્યું હતું કે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે, જેથી અમદાવાદમાં 250 બસો વેચાતાં 5000 વ્યક્તિને નોકરી ગુમાવવી પડી છે. એટલું જ નહીં 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતાં હાલ 62,500 વ્યક્તિનું ભરપોષણ અટકી ગયું છે, એનો અફસોસ છે. બસ દોડતી નહીં હોવાથી સરકારનો છ મહિનાના ટેક્સ રાહતનો કોઇ ફાયદો થયો નહીં. ખાનગી બસના બિઝનેસને ઉગારવા સરકારે લોનના હપતા અને ટેક્સમાં હાલ 6 માસની રાહત આપવી જોઇએ.

‘50 બસ વેચી, જરૂર પડશે તો વધુ વેચીશું’

અખિલ ગુજરાત પ્રવાસી વાહનસંચાલક મહામંડલના ચેરમેન અને પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1988માં પ્રથમ ખાનગી ટ્રાવેલ્સ બસ ખરીદી બિઝનેસ શરૂ કર્યો. બાદમાં 300 બસ વસાવી હતી. મહામારીમાં બેંક લોનનું ભારણ વધતા ડિફોલ્ટરની સ્થિતિ ન સર્જાય એ માટે 50 બસો વેચવી પડી. ભૂખ્યા સૂઇ જવું પોષાય, ડિફોલ્ટર બની પ્રતિષ્ઠા ગુમાવવી ન હતી. એક વર્ષ પછી ધંધો સારો હશે તો બેંક ફરી લોન આપશે. લોનના હપતા અને RTO ટેક્સમાં મુક્તિ આપવા એસોસિયેશને મુખ્યમંત્રીથી લઇ કેન્દ્રીય મંત્રી ગડકરી સુધી રજૂઆત કરી પણ કોઇ ઉકેલ ન આવતાં સત્તાવાર જાહેરાત કરવી પડી. મારી કંપનીને વર્ષે 107 કરોડનું નુકસાન થતાં 1200માંથી 600 કર્મચારીઓને છૂટા કર્યાનું ઘણું દુ:ખ છે.

બસ દોડે નહીં તો પણ મહિને 39 હજાર રૂપિયાનો ખર્ચ

બસ દોડે કે પાર્કિંગમાં ઊભી રહે પણ એક બસ મહિને 21 હજારથી લઇ 39 હજાર સુધી આરટીઓનો ટેક્સ, 7000 વીમો, 20000 ડ્રાઇવર-ક્લિનર, બેંક હપતો, કર્મચારીના પગાર, જીએસટી, 3500 બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ હોય છે.

ઘણા બસચાલકો ફાસ્ટ ફૂડ બિઝનેસમાં જોડાયા

કોરોનાની પ્રથમ લહેરનો ફટકો સહન થયો નથી, ત્યાં બીજી લહેરમાં ખાનગી બસ-સંચાલકોની કમર તૂટી ગઇ છે. સમગ્ર રાજ્યના બસ-સંચાલકોની ચિંતામાં વધારો થયો છે. ગણતરીની બસ ધરાવતા સંચાલકો તો ફાસ્ટ ફૂડના બિઝનેસમાં જોડાઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો