કેરલના કોઝિકોડમાં એર ઇન્ડિયાના પ્લેનનુ ક્રેશ લેન્ડિંગ થવાથી બે ટુકડાં થયા, ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતાં

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે મલ્લાપુરમના એસપીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. તેમાં એક પાયલટ, એક મહિલા અને એક પુરુષ સામેલ છે. આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત ચાર લોકોના મૃત્યુના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

પ્રાથમિક રિપોર્ટ અનુસાર દુબઇ-કોઝિકોડે ફ્લાઇટ X1344 એ બોઇંગ 737 પ્લેન છે . સાંજે 7.38 વાગ્યે તે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. લેન્ડ થયા બાદ અચાનક ફસડાઇ પડ્યું હતું . અત્યારે 24 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર એરપોર્ટ પર પહોંચી ગયા છે. અત્યારે બે પાલયટના મૃત્યુના સમાચાર છે. કેરળ પોલીસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 35 જેટલા લોકો અત્યારે અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામા આવ્યા છે. બાકીના 100 જેટલા લોકોની શોધખોળ ચાલુ છે. રાત્રિનો સમય હોવાથી ટોર્ચની અછત અને અન્ય બાબતો કામગીરીને અસર કરી રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મીડિયા વિભાગના એડિશનલ ડીજી રાજીવ જૈનના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. ઘટના બાદ અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

DGCA દ્વારા તપાસના આદેશ

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આ ઘટના મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમા કહ્યું કે આ ફ્લાઇટમાં બે પાયલટ સહિત 6 ક્રૂ મેમ્બર ઓનબોર્ડ હતા. તેમાં 174 પેસેન્જર હતા અને આજે એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન ફસડાઇ ગયું હતું. દુર્ઘટનાની તસવીરો સામે આવી છે તે ડરામણી છે. કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે.

30 ફુટ ઉંડી ખીણમાં પ્લેન પડ્યું

રિપોર્ટ્સ પ્રમાણે સાંજે 7.38 વાગ્યે આ ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી. ત્યારે ભારે વરસાદ થઇ રહ્યો હતો. ટચડાઉન કરતાજ પ્લેન રનવે પર લપસી પડ્યું હતું અને 30 ફુટ ઉંડી ખીણમાં પડી ગયું હતું.

ગૃહમંત્રી અમિત શાહનું ટ્વિટ

એર ઇન્ડિયા એક્સપ્રેસ દુર્ઘટના અંગે સાંભળીને દુખ થયું. રેસ્ક્યૂ માટે NDRFની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો