જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ગાડીમાં બેસાડીને ભગાડવામાં મદદ કરતો DSP પકડાયો

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહિદ્દીના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. હેરાનીની વાત એ છે કે પકડાઇ ગયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મુ કાશ્મીર પોલીસના એક ડીએસપી પણ તેમા હતો. સુરક્ષાદળોએ તેની પણ ધરપકડ કરી લીધી છે. પકડાઇ ગયેલા આતંકીઓમાં સૈયદ નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ પણ છે. જેનો નંબર આતંકી સરગના રિયાઝ નાઇકુ બાદ આવે છે. આતંકીઓએ સાથે પકડાયેલા ડીએસપીની ઓળખ દેવિંદર સિંહ તરીકે થઇ છે. જે એરપોર્ટ સિક્યોરિટીમાં ફરજ બજાવે છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસપી આતંકીઓને ઘાટીથી બહાર નિકળવામાં મદદ કરી રહ્યો હતો. ડીએસપીને આતંકીઓ સાથે ધરપકડ કરવાની કાર્યવાહીની દક્ષિણી કાશ્મીરનાં ડીઆઇજી અતુલ ગોયલના નેતૃત્વ કર્યું અને કુલગામની પાસે આતંકીઓની કારને અટકાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, દેવિંદર સિંહ શનિવારથી રજા પર હતો અને તેણે રવિવારથી ચાર દિવસની રજાઓ લીધી હતી.

દેવિંદર સિંહને ગત વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી નવાજવામાં આવ્યો હતો. તે જમ્મુ-કાશ્મીર પોલીસના એન્ટિ હાઈજેકિંગ સ્ક્વોડમાં સામેલ હતો. હાલ તેની નિયુક્તી શ્રીનગર એરપોર્ટ પર કરવામાં આવી હતી. આ પહેલા 2001માં સંસદ પર હુમલા દરમિયાન તેનું નામ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે તે ઈન્સ્પેક્ટર તરીકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો ભાગ હતો. એન્ટિ ટેરર ઓપરેશન બાદ તેને પ્રમોટ કરીને DSP બનાવાયો હતો. DSP દેવિંદરના ઘરે પણ રેડ પાડવામાં આવી હતી જ્યાંથી 5 ગ્રેનેડ અને 3 એકે-47 મળી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો