સુરતમાં જાહેર રસ્તા પર લુખ્ખા તત્વોની દાદાગીરી તો જુઓ, દારૂના નશામાં હથિયારો સાથે ધમાલ મચાવી

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે છાશવારે સુરતના રસ્તાઓ પર લુખ્ખા તત્વો હથિયારો સાથે ઉતરીને ધમાચકડી મચાવતા હોય તેવા બનાવો ધ્યાનમાં આવતા રહે છે.

આવી જ દાદાગીરીનો વીડિયો ફરતો થયો છે. સામાન્ય રીતે દાદાગીરી કરનારા લોકો દારૂના નશામાં પણ હોય છે. હાલ જે વીડિયો વાયરલ થયો છે તે અંગે પોલીસ કેવી કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.

બુધવારે મોટા વરાછા વિસ્તારમાં એક ગાડીમાં સવાર થઇને આવેલા પાંચ લોકોને એક દુકાનદારે ગાડી પાર્ક ન કરવાનું કહેતા, લુખ્ખાતત્વો બેફામ બની ગયા હતા. દારૂના ચિક્કાર નશામાં છાકટા બનેલા આ લુખ્ખાઓ પોતાની પાસે રહેલા હથિયારો સાથે દાદાગીરી પર ઉતરી આવ્યા હતા.

લુખ્ખાઓની લુખ્ખાગીરી સામે સ્થનિકો એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સ્થાનિક યુવાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જે બાદમાં વીડિયો ફરતો કરવામાં આવ્યો હતો. વીડિયો ફરતો થયા બાદ પોલીસે પણ આ તત્વોને શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમાં નજરે પડતા તત્વો પહેલા પણ મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું માલુમ પડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો