પાકિસ્તાનથી રાત્રે 2.45 વાગ્યે રાવી નદીનાં પ્રવાહમાં જે આવ્યું તેને જોઇને BSF પણ ચોંકી ગઈ
ભારતની સરહદનું રક્ષણ કરનારી બૉર્ડર સિક્યુરિટી ફૉર્સે રાવી નદીનાં વહેણમાંથી ડ્રગ્સ અને નારકોટિક્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. પાકિસ્તાનનાં ડ્રગ્સ સ્મગલરોએ ડ્રગ્સનાં મોટા જથ્થાને મજબૂતીથી બાંધીને રાવી નદીની લહેરોમાં છોડી દીધો હતો. ડ્રગ્સનો આ જથ્થો ભારતની સરહદમાં આવ્યો. અહીં પર તેને ભારતીય સ્મગલર પોતાના કબજામાં લેવાનાં હતા, પરંતુ તે પહેલા જ બીએસએફની નજર આના પર પડી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ડ્રગ્સ, હેરોઇનનાં 60 પેકેટ
રાત્રે 2 વાગ્યે અને 45 મિનિટ પર પંજાબમાં નાંગલી ઘાટની પાસે પેટ્રોલિંગ કરી રહેલી એક ટૂકડીએ જોયું કે નદીની લહેરો પર એક મોટું પેકેટ વહેતુ આવી રહ્યું છે. આ પેકેટ પાકિસ્તાનથી ભારત તરફ આવી રહ્યું હતુ. તરત કાર્યવાહી કરતા પેટ્રોલિંગ ટીમે નદીની લહેરો પર વહેતા આ પેકેટને સીઝ કર્યું અને તેને નદી કિનારા સુધી લઈ આવ્યા. જ્યારે આ પેકેટને ખોલવામાં આવ્યું તો તેમાં ડ્રગ્સ, હેરોઇનનાં 60 પેકેટ હતા. બીએસએફ આ પેકેટની તપાસ કરી રહ્યું છે.
પંજાબ અને હરિયાણામાં આતંકવાદ ફેલાવવાનું મોટું ષડયંત્ર
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી પંજાબમાં નશીલા પદાર્થોનું સમ્ગલિંગ કરવામાં આવે છે. નશીલા પદાર્થોની જાળમાં ફસાવીને અનેક ભારતીય યુવાઓની જિંદગી પાકિસ્તાન બરબાદ કરી રહ્યું છે અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ કરે છે. એ પણ ખુલાસો થયો છે કે ખુફિયા એજન્સી આઈએસઆઈનાં ઇશારા પર દિલ્હી, પંજાબ અને હરિયાણામાં આતંકવાદ ફેલાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આનો ખુલાસો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂનાં વિડીયોથી થયો છે.
દિલ્હીને બીજું ખાલિસ્તાન બનાવવાની ધમકી
આ વિડીયો તપાસ એજન્સીઓનાં હાથે આવ્યો છે, જેમાં દિલ્હીને બીજું ખાલિસ્તાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ વિડીયો સામે આવ્યા બાદ ભારતીય ખુફિયા એજન્સીઓએ દિલ્હી પોલીસને પણ એલર્ટ કરી દીધી છે. આતંકવાદી ગુરપતવંત સિંહ આઈએસઆઈની મદદથી શીખ ફૉર જસ્ટિસ સંગઠન ચલાવી રહ્યો છે અને આના દ્વારા જનભાવના ભડકાવવાનું કામ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

