ભારતમાં ઘુસી રહ્યું તું પાકીસ્તાની ડ્રોન, ભારતીય વાયુસેના એ આકાશ માં જ ઉડાવી દીધું

ભારતે પાકિસ્તાનમાં અડધી રાત્રે ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો ખુરદો બોલાવ્યો હતો. આ હુમલામાં જૈશના અનેક આતંકીઓ મોતને ઘાટ ઉતર્યા હતાં. ત્યાર બાદ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનારા પાકિસ્તાનનીએ વાયુસેનાના F-16 નામના યુદ્ધ વિમાનને પણ ભારતે તોડી પાડ્યું હતું. તો એ જ દિવસે કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાનનું એક ડ્રોન વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. આમ દુનિયાભરમાં ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું.

ભારત અને પાકિસ્તાન સરહદે ભારે તંગદીલી વચ્ચે પાકિસ્તાને હવે રાજસ્થાનની સરહદેથી નાપાક ઈરાદે તેના ડ્રોનને ભારતની સરહદમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો જેને મુસ્તેદ ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસાનનું આ ડ્રોન બિકાનેર બોર્ડર પર તોડી પાડ્યું હતું.

તસવીર પ્રતિકાત્મક છે..

ભારતે પાકિસ્તાનનું એક ડ્રોન તોડી પાડ્યું છે. રાજસ્થાનની બિકાનેર સરહદે વાયુસેનાએ પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું હતું. આમ ભારતે ફરી એકવાર પાકિસ્તાનના નાપાક ઈદારાઓ પર પાણી ફેરવી નાખ્યું છે.

પાકિસ્તાનના ડ્રોનને રાજસ્થાનને અડીને આવીલી બોર્ડર તોડી પડાયું હતું. આ ઘટના સવારે 11:30 વાગ્યે ઘટી હતી. પાકિસ્તાનની નાપાક હરકત ભારતીય વાયુસેનાના રડાર માં પકડાય ગય હતી અને તરત જ ભારતીય ફાયટર પ્લેન સુખોઈ 30MKI દ્વારા એર ટુ એર મિસાઈલથી ડ્રોનને હવામાં જ ઉડાવી દેવામા આવ્યું હતું..

આ અગાઉ 26મીએ અડધી રાત્રે ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનનું F-16 યુદ્ધ વિમાન અને ગુજરાતના કચ્છ સરહદે ડ્રોન વિમાન તોડી પાડ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો