મહી નદીમાં તણાતા વ્યક્તિએ સાડા ચાર કલાક ઝઝૂમી મોતને આપી માત, ડ્રોન કેમેરામાં દેખાતા તરવૈયાઓ દ્વારા કરાયું રેસ્ક્યુ

રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાચી ઠેરવતી ઘટના બોરસદના ગાંજણા ગામે બની છે. જ્યાં મહી નદીમાં શુક્રવારે છોડાયેલા 7 લાખ ક્યસેક પાણીના કારણે મહી ગાડીતુર બની હતી. શનિવારે ગંભીરા પુલ પાસે બપોરે 11.30 કલાકે દાવોલના મનુભાઇ ડાહ્યાભાઇ ગોહેલ પસાર થઇ રહ્યાં હતા.ત્યારે પાણી જોવા જતાં પગ લપસી ગયો હતો. ધસમસતા પાણીમાં મનુભાઇ મોત અને જીવન સાથે ઝઝૂમતા ઝઝૂમતા આગળ ખેંચાઇ રહ્યાં હતા. ત્યારે તેઓ નદીના દ્રશ્યો ડ્રોન દ્વારા કેદ કરાવા દરમિયાન તેમા દેખાયા હતા અને તરવૈયાઓ દ્વારા તેમનું રેસ્ક્યુ કરાયું હતું.

મોત સામે ચાર કલાક સુધી પાણી સાથે બાથ ભીડી

મનુભાઇ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં ચાર કલાક સુધી પાણી સાથે બાથ ભીડતા ભીડતા સારોલ સીમમાં વાલવોડ સીટી પાસેથી પસાર થઇ રહ્યાં હતા. સારોલમાં સ્ટુડિયો ધરાવતા રાજુભાઇ અને નરેશભાઇ તથા તેમની ટીમ નદીના નયનરમ્ય દ્રશ્યો ડ્રોન દ્વારા કેદ કરી રહ્યાં હતા. ત્યારે માનવ તણાતો હોવાનું દ્રશ્ય કેદ થયું હતું. નજીક ડ્રોન લઇ જતાં માનવ જીવતો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી સારોલના સરપંચ શકિતસિંહે આગળના ગાજણા ગામે તાત્કાલિક જણ કરી હતી.

ગાજણા ગામના સ્થાનિક તરવૈયાઓએ આધેડને બચાવી લેતાં તેણે તમામનો આભાર માન્યો હતો.

મોત સાથે ઝઝૂમીને 25 કિમીનું અંતર કાપ્યું

ગાંજણા ગામે પટ મોટો હોવાથી પ્રવાહની અસર ઓછી જાણાય છે. ત્યાં ગાજણા ગામના તરવૈયા પહેલેથી તૈયાર હતા. તેઓ માનવ આવતાં દેખાતા નદીમાં પડીને તેને બહાર કાઢ્યો હતો અને અંતે જીવીત હાલતમાં હતો. તેમની પૂછપરછ કરતાં તેઓ દાવોલના મનુભાઇ ગોહેલ હોવાનું જણાવ્યું હતું. આમ મનુભાઇ સાડા ચાર કલાકથી મોત સાથે ઝઝૂમીને 25 કિમીનું અંતર કાપીને ગાજણા ગામે પહોંચ્યા હતા અને તેમનું કરાયું હતું.

ટાઇમલાઇન

  • 11.30 વાગે ગંભીરા પુલ પાસે પલ લપસતાં મહી નદીમાં તણાયા હતા.
  • 4.00 વાગે સારોલની સીમમાં ડ્રોન કેમેરામાં દેખાયા હતા.
  • 4.30 વાગે કાજણા ગામે સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવાયા.

(માહિતી: હેમંત ભટ્ટ, બોરસદ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો