લાઇસન્સ રિન્યૂ કરવા માટેની મુદ્દત પાંચ વર્ષના બદલે એક વર્ષ કરી દેતાં લાખો લોકોએ ફરી લાઇસન્સ કઢાવવાં પડશે

કેન્દ્ર સરકારે મુદ્દત વિતી ગઇ હોય તેવા વાહન લાઇસન્સ રિન્યૂ કરાવવા માટેની પાંચ વર્ષની મર્યાદા ઘટાડી રાતો રાત એક વર્ષ કરી દેતા અમદાવાદમાં પાંચ લાખ લાઇસન્સ ધારકોને હવે નવેસરથી કાચા અને પાકા લાયસન્સ કઢાવવા પડશે. સમગ્ર રાજ્યમાં આવા પચાસ લાખ લોકોને તેની અસર થઈ છે. આ માટે પાંચ હજાર સુધીનો ખર્ચ તેમને ભોગવવો પડશે. એચએસઆરપીમાં આઠ વખત મુદ્દત વધારી છે, તો લાઇસન્સ રિન્યૂ માટે એક તક આપવા લાખો લોકોએ માંગ કરી છે. લાઇસન્સ રિન્યૂની મુદ્દત નહીં વધારે તો ટ્રાન્સપોર્ટ માલિકો અને ડ્રાઇવરો સહિત વિવિધ એસોસિએશનોએ રેલી યોજી રોષ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

પાંચ હજાર સુધીનો ખર્ચ થઇ જશે

મુદ્દત વિતી ગઇ હોય તેવા લાઇસન્સ ધારકોએ વાહનના કાચા અને પાકા લાઇસન્સ માટે સમગ્ર પ્રોસેસ ફરી કરવી પડશે. જેમાં ટૂ વ્હીલર કાચા અને પાકા માટે રૂપિયા 900 અને અને ટૂ-ફોર વ્હીલર લાઇન્સના 1350 અને ટૂ-થ્રી-ફોર વ્હીલર લાઇસન્સના 1850 વસૂલાય છે. આ ખર્ચ ઉપરાંત એપોઇમેન્ટ અને ઇ-પેમેન્ટથી ફી ભરવાનો ખર્ચ અલાયદો થાય તો પાંચ હજાર સુધીનો ખર્ચ થઇ જશે.

PMના ગયા બાદ સમીક્ષા બેઠક મળશે

વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ગયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવશે. જેમાં ટ્રાફિકના નવા દંડ અંગેના પ્રત્યકે મુદ્દે ચર્ચા થશે. જેમાં લાઇસન્સમાં ઘટાડેલી મુદ્દતના પ્રશ્ને પણ ચર્ચા કરાશે. સમસ્યાઓ હશે તો પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.

ટ્રાન્સપોર્ટના લાઇસન્સમાં વધુ સમસ્યા

ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહન માટે લાઇસન્સ ધરાવતા લોકોને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. કારણકે નોન ટ્રાન્સપોર્ટ લાઇસન્સની મુદ્દત વિતી ગઇ હોય તો તેવા સંજોગોમાં ફરી કાચું અને પછી પાકું લાઇસન્સ કઢાવવું પડશે. આ પછી લાઇસન્સ એન્ડોસ કરાવું પડે. આ તમામ ખર્ચ પાંચ હજાર સુધીનો થશે. જેથી થ્રી વ્હીલર ધરાવતા લાઇસન્સ ધારકો અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે.

NRIને સૌથી વધુ મુશ્કેલી પડશે

તાજેતરમાં જ મુદ્દત ઘટાડવાનો નિર્ણય લેવાતા સૌથી વધુ અસર એનઆરઆઈ લાયસન્સ ધારકોને થશે. તેઓ વિદેશમાં હોવાથી નિયત સમય મર્યાદા માત્ર લાયસન્સના કામે આવી શકે તેમ ન હોવાથી તેમના લાયસન્સ રદ થવાની ભીતિ સર્જાઈ છે. આરટીઆઓમાં આવેલા અરજદારોનું પણ કહેવું છે કે સરકારના મંત્રીઓ કે અધિકારીઓ આ મુદ્દે અમારું સાંભળતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો