કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે રાજકોટમાં યોજાયું અનોખું ‘ડ્રાઈવ થ્રૂ બેસણું’, કારમાં જ બેસીને લોકોએ આપી શ્રદ્ધાંજલિ

દિવસે અને દિવસે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા પણ કોરોના સંક્રમણના કારણે રાજકોટ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ (Night curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. ખુદ આ જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) દ્વારા સાંજ ના 6:30 કલાકે કરવામાં આવી છે. કોરોના મહામારીએ મોટા ભાગના કાર્યક્રમોની રીતો બદલી નાંખી હતી. આવું જ કંઈ ક રાજકોટમાં પણ જોવા મળ્યું હતું.

રાજકોટમાં અનોખી રીતે બેસણાનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેમજ માસ્ક સહિતના નિયમોનું પાલન થઈ શકે તે માટે ” ડ્રાઇવ થ્રૂ બેસણું ” (Drive-through besana) નામનો કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારે મોટા મૌવા ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિજય કોરાટે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પૂર્વે 19 નવેમ્બરના રોજ મારા દાદી કાળી બેન ઘુસાભાઇ કોરાટનું દુઃખદ અવસાન થયું હતું.

ત્યારે સદગત માટેની પ્રાથના તેમજ શ્રધ્ધાંજલિ સૌ કોઈ આપી શકે તે માટે તારીખ 21 નવેમ્બરના રોજ સેરેમની પાર્ટી પ્લોટ ખાતે ડ્રાઇવ થરુ બેસણું રાખવામાં આવેલ હતું. જે અંતર્ગત બેસણા માં ભાગ લેનાર વ્યક્તિ ને પોતાની કારમાં જ બેસવાનું રહે છે. તેમજ કારમાંથી જ પોતાની સદભાવના મૃતક પરિવારને પાઠવવાની રહે છે.

આજે જ્યારે વૈશ્વિક મહામારી કોરોના નો વ્યાપ દિવસે અને દિવસે વધી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી થી માંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સૌ કોઈ ચિંતિત છે. ત્યારે કોરોના મહામારી વધુ ન ફેલાય તે જોવાની જવાબદારી આપણી સૌ કોઈની છે.

તેટલા માટે અમે અનોખી રીતે બેસણું યોજવાનું નક્કી કર્યું હતું. જેના ભાગ રૂપે સામાજિક વિધિ/કાર્યક્રમ પણ યોજી શકાય અને સોશીયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પણ પાલન થઈ શકે. તે માટે મારા અને મારા પરિવાર દ્વારા ડ્રાઇવ થરું બેસણું રાખવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો