રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ 1 કપ તજનું પાણી પીવો, દ્રાક્ષ ખાઓ, 8 કલાકની ઊંઘ લો અને નિયમિત કસરત કરો: ન્યુટ્રિશનિસ્ટ

કોરોના સામે લડવા રોગપ્રતિકારક શકિત વધારવા દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પ્લમોનરી રિહેબિલાઇઝેશન’ પર ડોકટરો ભાર મૂકી રહ્યા છે. એપોલો હોસ્પિટલનાં ન્યુટ્રિશનિસ્ટ ડો. ઇસ્વાકી પટેલ જણાવે છે કે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ, સરગવો, રોજ 1 કપ તજનું પાણી, દ્વાશ, કોબિજ અને મેથીની ભાજીનો વધુ ઉપયોગ કરો. 8 કલાકની ઊંઘ લો, અને નિયમિત કસરત કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજનાં ફોરેન્સિક વિભાગના વડા અને સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટડો. વાંચિની ભટ્ટ જણાવે છે કે, શરીરને ડિહાઇડ્રેડ થતું બચાવવા દરરોજ ચાર લિટર લિકવીડની સાથે બ્રેકફાસ્ટ,લંચ અને ડિનરને ત્રણને બદલે 6 ભાગમાં વહેચવું તેમજ ગુજરાણી ભાણાને પ્રાધાન્ય આપવું જોઇએ.

સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. નરેન્દ્ર રાવલ જણાવે છે કે, કોરોનાનાં સંક્રમણમાં ‘પ્લમોનરી રિહેબિલાઇઝેશન’થી ફેફસાં અને ફેફસાની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે. રોજ 4 લિટર પ્રવાહી લેવાથી ફેફસામાં જામેલો કપ નીકળી જાય છે.

રોગપ્રતિકારક શકિત વધારતો ખોરાક

રોજ ચાર લિટર લિક્વિડ, જેમાં દાળ‌, લીંબુ પાણી, જ્યૂસ, સૂપ, દૂધ, છાશ, દહીં, ચાહની સાથે ફાયબરયુકતસિઝનના શાકભાજી-ફ‌ળો અને શાકભાજી-ફળોની સ્મુધિ લઇ શકાય. ગરમીને લીધે પરસેવા દ્વારા શરીરમાંથી મિનરલ વિટામિન્સ ઘટે છે, જેથી પાણીમાં લીંબુ, ખાંડ કે મીઠું નાંખી પીવું. તુલસી-આદુ-ફુદીનાનો ઉકાળો, ગ્રીન ટી, હળદર-મીઠાનાં પાણીના કોગળા કરવા.

રોગપ્રતિકારક શક્તિ ઘટાડતાં ખોરાક

લૉકડાઉન ખૂલ્યા બાદ તરત તીખા-તળેલા અને ભારે ખોરાક તેમજ પિત્ઝા, બર્ગર જેવાં જંકફૂડ જેવા ભારે ખોરાક ઉપરાંત ઠંડા પીણા-આઇસ્ક્રીમ અને કેક-પેસ્ટ્રી જેવા કફ વધારતાં પદાર્થોથી પાચન શક્તિ મંદ પડતા ગેસ, એસિડિટી, અપચો થવાની સાથે ફેફસા પર વિપરીત અસર કરે છે, તેમજ તમાકુ- દારૂ સહિતનાં વ્યસનથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો