કોરોના કારણે ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ 103 વર્ષીય ડૉ. એસ. પદ્માવતીનું નિધન થયું

કોરોના વાઈરસને લીધે 103 વર્ષનાં ડૉ. એસ પદ્માવતીનું મૃત્યુ થયું છે. રવિવારે નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટે આ જાણકારી આપી. છેલ્લા 11 દિવસથી નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ હતાં.

તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. રંગૂન મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન પછી કાર્ડિયોલોજીમાં કરિયર શરુ કર્યું હતું. ભારતમાં પ્રથમ કાર્ડિયાક કેર યુનિટનો શ્રેય ડૉ. પદ્માવતીને જાય છે. તેમણે 1981માં નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી.

કોરોનાનું સંક્રમણ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ સાથે તાવ પણ હતો. ન્યૂમોનિયાની અસર તેમના બંને ફેફસાં પર થઇ આથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને લીધે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

મેડિકલ ક્ષેત્રમાં પદ્માવતીનું યોગદાન જોઇને ભારત સરકારે તેમને 1967માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતાં. 1992માં પદ્મ વિભૂષણથી તેમનું સન્માન થયું હતું.

ડૉ. પદ્માવતીને હાવર્ડ મેડિકલ ઇન્ટરનેશનલ અવોર્ડ ઉપરાંત ઘણા અન્ય પુરસ્કાર મળ્યા છે. તેમનું ડોક્ટર બીસી રોય અને કમલા મેનન રિસર્ચ અવોર્ડથી પણ સન્માન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો