પરિવાર US જતાં ઘરે ખાવા ન મળ્યું, આજે દરરોજ 150 દર્દીઓને જમાડે છે આ પટેલ ડોક્ટર

પરિવાર 8 વર્ષ પહેલા અમેરિકા ગયો, તે દિવસે ભૂખ લાગી ત્યારે વિચાર આવ્યો કે, છતા રૂપિયે જમવાનું હાજર નથી, તો જેમની પાસે પૈસા જ નથી તેવા લોકોનું શું થતું હશે, આવો એક વિચાર મને હચમચાવી ગયો. અને.એચ.એલ. મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા અને વીએસ હોસ્પિલમાં સેવા આપતા ડો. પ્રતીક પટેલે બીજા જ દિવસથી પોતાના રૂપિયે હોસ્પિટલમાં દાખલ ગરીબ ગર્ભવતી મહિલાઓને શીરો ખવડાવાનો શરૂ કર્યો.

તેમના ધ્યાને આવ્યું કે, હોસ્પિટલમાં ઘણા દર્દીઓ એવા છે કે જે બીજા શહેર, રાજ્યમાંથી આવે છે અને તેમના સંબંધીઓ બહાર કેમ્પસમાં આશરો લઇ રહ્યાં છે. પોતાના ગુરુ ગીરનારી ભગતનો ભંડારો યાદ આવ્યો અને હવે દર્દીઓના સંબંધીઓને પણ જમાડવાનું શરૂ કરવાનો નિર્ણય કરી લીધો. દરરોજ બે શાક, પાંચ રોટલી, કઠોળ સાથે સેવા શરૂ થઇ. હવે દાનની સરવાણી ક્યાંથી આવે છે તે તેમને પણ ખબર નથી.

દરરોજ બે શાક, પાંચ રોટલી, કઠોળ પીરસે છે, સાતેય દિવસ અલગ જમવાનું અપાય છે

NHL કોલેજની કેન્ટિનમાં જ જમવાનું બને, તે જ મારી થાળીમાં પણ પીરસાય છે 

ડો. પ્રતીક પટેલનું કહેવું છે કે, અમે ગરીબોને જે ખવડાવીએ છે તેની ક્વોલિટી અને કોન્ટિટીમાં ક્યારેય સમાધાન નથી કરતા. એન.એચ.એલ કોલેજની કેન્ટીનમાં જ દરરોજના 100 થી 150 ટિફિન પેક થાય છે. આ જ રસોઇ અમારી થાળીમાં પીરસાય છે. ખુદ વી.એસના સુપરિટેન્ડેન્ટ મલ્હાન અને ડીન ડો. પંકજ પટેલ પણ આ જ રસોઈ જમે છે. તે બન્નેનો સાથ આ સેવામાં મળ્યો છે. બીજી તરફ કેન્ટીનનું સંચાલન કરાનારા રાજેન્દ્રસિંહ પણ એજ ઇમાનદારીથી રસોઇ તૈયાર કરાવી પેકિંગ કરાવે છે.

સાતેય દિવસ અલગ જમવાનું અપાય છે

વીએસ હોસ્પિલમાં ઘણા એવા પેશન્ટ છે કે, જે 15, 20 દિવસ, મહિનો કે છ મહિનાથી દાખલ હોય. તેમની સાથે રહેતા સંબંધીઓ પણ હોસ્પિટલમાં રહીને નિરાશામાં ગરકાવ થઇ જતા હોય છે. તેમની આ નિરાશા દૂર કરવા માટે સાતેય દિવસનું ટિફિનનું મેનૂ અલગ કરાયું છે. રોજ એકનું એક ખાઇને તે કંટાળી ન જાય માટે એક દિવસ છોલેપૂરી, તો એક દિવસ લાડુ ફૂલવડી, કોઇ દિવસ કઠોળ તો કોઇ દિવસ સેવ ટામેટા અપાય છે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો