400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા વિશ્વભરમાં પ્રસિદ્ધ ડૉ. ત્રિવેદી વેન્ટિલેટર પર, તબિયત સુધારા પર હોવાનો ડોક્ટરનો દાવો

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા છે નેફ્રોલોજિસ્ટ ડૉ. એચ.એલ. ત્રિવેદીનું બીપી ઘટી જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે. તેમની તબિયત સુધારા પર હોવાનો તબીબોનો દાવો છે.

બ્લડપ્રેશર કંટ્રોલ થતાં હાલ તબિયત સુધારા પર

કિડની ઇન્સ્ટિટટ્યૂટનાં નેફ્રોલોજી વિભાગના વડા અને ડો. એચ.એલ. ત્રિવેદીની સારવાર કરતાં ડો. હિમાંશુ પટેલે કહ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાર્કિન્સન ડિસિઝને કારણે ડો. એચ. એલ. ત્રિવેદી પથારીવશ છે. પરંતુ, મંગળવારે તેમને ન્યુમોનિયા, તાવ અને બ્લડપ્રેશર ઘટી ગયું હતું. જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં સાંજે 6.00 વાગ્યે વેન્ટીલેટર પર મુકવામાં આવ્યાં હતા. જો કે, ગઇકાલ કરતાં તેમનું બ્લડપ્રેશર કંટ્રોલ થતાં હાલ તબિયત સુધારા પર છે. તબિયત સ્થિર થયા બાદ બે દિવસ પછી વેન્ટીલેટર હટાવવામાં આવશે. કિડની ઇન્સ્ટીટયુટનાં ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, ડો. એચ. એલ. ત્રિવેદીને સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની ટીમ દર કલાકે તપાસી રહી છે.

ડોક્ટર્સનું શું કહેવું છે?

ડોક્ટર્સના જણાવ્યાં અનુસાર, ડો. ત્રિવેદીને હાલ વેન્ટીલેટર પર રખાયા છે. વધારે ઉંમરના કારણે તેમના મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા છે. તેઓને પાર્કિન્સન્સ નામક બીમારી તેમજ લીવરની પણ સમસ્યા છે.

વતનની યાદ કેનેડાથી અમદાવાદ લઇ આવી અને કીડની હોસ્પિટલની શરૂઆત કરી હતી

વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની છે. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કીડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો