દેશના ટોચના ડૉક્ટરોએ જણાવ્યું કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી, શ્વાસ લેવામાં તકલીફ પડે કે કોરોના સંક્રમિત થાઓ તો કરો આ કામ

દેશમાં કોરોનાનું સંક્રમણ પીક પર છે. દેશમાં એક તરફ ઑક્સિજન અને રેમડેસિવિરની ભારે તંગી છે. તો દેશના દિગ્ગજ ડૉક્ટરોએ લોકોને કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી તેને લઇને મહત્વની વાતો જણાવી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, “અમેરિકાની એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે મૉડરેટથી સિવિયર એટલે કે મધ્યમથી ગંભીર સંક્રમણના દર્દીઓને રેમડેસિવિર આપો તો તેમને હૉસ્પિટલથી જલદી છૂટકારો મળી શકે છે. ધ્યાન રહે કે માઇલ્ટ એટલે કે મામૂલી સંક્રમણમાં આની જરૂરિયાત નથી.” તેમણે કહ્યું કે, “જે સ્ટેબલ પેશન્ટ છે, જે ઘર પર છે, જેમનું ઑક્સિજન સેચ્યુરેશન 93-94થી વધારે છે, તેમણે રેમડેસિવિર ના લેવી જોઇએ. જો આવા લોકો રેમડેસિવિર લેશે તો તેમને વધારે નુકસાન થઈ શકે છે, ફાયદો ઓછો થશે.

તેમણે કહ્યું કે, “એક વાત એ પણ છે કે કેટલાક લોકો એ સમજે છે કે કાલે મારું ઑક્સિજન સેચ્યુરેશન 98 હતુ અને આજે 97 થઈ ગયું, તો આનો મતલબ છે કે ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું છે. આ કારણે ઑક્સિજન લગાવવાની નોબત આવી ગઈ છે. તમારે સમજવું જોઇએ કે જો તમારું ઑક્સિજન સેચ્યુરેશન 94, 95, 97 છે તો ઑક્સિજન લગાવવાની જરૂરિયાત નથી. જો તમને લાગે કે, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, છાતીમાં ઇન્ફેક્શન છે તો ઊંડો શ્વાસ લેવાની કસરત કરો. પેટના બળે ઊંઘશો તો પણ તમારી સેચ્યુરેશન વધી જશે.”

આ વાતમાં ડૉ. નરેશ ત્રેહને કહ્યું કે, આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવતા જ ડૉક્ટરથી સંપર્ક કરે. આનાથી 90 ટકાથી વધારે લોકો ઘર પર જ ઠીક થઈ જશે. અનુલોમ-વિલોમ પ્રાણાયામથી દર્દીઓને ઘણો વધારે ફાયદો થાય છે, કેમકે લાંબો શ્વાસ લઇને રોકવાથી ફેફસામાં ઑક્સિજનની વધારે માત્રા પહોંચે છે. આનાથી ફેફસા મજબૂત થાય છે. તેમણે કહ્યું કે, જો તમારા ઘરમાં આઇસોલેશનની સારી વ્યવસ્થા નથી થઈ શકતી તો હૉસ્પિટલોએ પાસે જ ક્વોરન્ટાઇન બનાવી રાખ્યું છે, તમે ત્યાં જઈ શકો છો. તેમણે કહ્યું કે, અમે દર્દીઓને ત્યાં મોકલી દઇએ છીએ, જ્યાં ડૉક્ટર-નર્સ દર્દીઓનું ધ્યાન રાખે છે. જો ત્યાં દર્દીઓની તકલીફ વધે છે તો તેને હૉસ્પિટલ લઇ જવામાં આવે છે.”

સામાન્ય લક્ષણોવાળાએ શું કરવું જોઇએ. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, “તાવ, શરદી વગેરેની દવા લો, ઘરેલૂ ઉપચાર અપનાવો, નાસ લો, યોગ કરો. આનાથી તમે ઠીક થઈ જશો. તમારે ઘરમાં ના ઑક્સિજન રાખવાની જરૂર છે અને ના રેમડેસિવિર. તમે આરામથી અઠવાડિયા – 10 દિવસમાં ઠીક થઈ જશો.” તેમણે એ પણ કહ્યું કે, 10-15 ટકા લોકોમાં ગંભીર સંક્રમણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, આવા લોકોએ શું કરવું જોઇએ.

તેમણે કહ્યું કે, “આવા લોકોને ઑક્સિજનની સાથે દવાઓની જરૂર પડી શકે છે, જેમાં સ્ટ્રોઇડ્સ છે, રેમડેસિવિર પણ છે, ક્યારેક અમે પ્લાઝ્મા પણ આપીએ છીએ. 5 ટકાથી પણ ઓછા દર્દી હોય છે જેમને વધારે તેજ દવાઓ આપવાની જરૂર પડે છે અથવા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડે છે.” ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, પહેલી વાત એ કે કોરોના વાયરસથી સામાન્ય સંક્રમણ થાય છે, 10થી 15 ટકા લોકોમાં આ ગંભીર થઈ શકે છે. બીજી વાત એ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની તપાસમાં સ્પષ્ટ થઈ શકે છે કે રેમડેસિવિરથી ના તો દર્દીઓનો જીવ બચે છે, ના હૉસ્પિટલમાં તમારા ભરતી થવાનો સમય ઘટે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો