સતત 35 દિવસ સુધી કોરોના વાઈરસ સામે લડત આપ્યા બાદ 29 વર્ષીય ‘હીરો’ ડોક્ટર ડોંગનું સ્ટ્રોકને લીધે નિધન

કોરનાવાઈરસે સમગ્ર વિશ્વમાં પોતાનો ભય ફેલાવ્યો છે. તેનો સામનો કરવા માટે મેડિકલ સ્ટાફ નિઃસ્વાર્થ ભાવે ખડેપગે સેવા આપી રહ્યો છે. ખરા અર્થમા તેઓ જ હીરો છે. ચીનમાં આવા જ એક હીરો કોરોના વાયરસ સામેની લડાઇમાં હારી ચૂક્યા છે. ચીનના હુબેઈ શહેરની હોસ્પિટલમાં 35 દિવસથી ફરજ બજાવતા 29 વર્ષીય ડોક્ટર ડોંગ ટાઈન મૃત્યુ પામ્યા છે. સ્ટ્રોક આવવાને લીધે તેમનું મૃત્યુ થયું છે.

ગત શનિવારે તેમના મૃત્યુના સમાચાર મળતાં જ હોસ્પિટલની ટીમ અને પરિવારને ઘેરો આઘાત પહોંચ્યો છે. ડોંગ સતત મેડિકલ સેવામાં કાર્યરત હતા. તેમના મૃત્યુના અગાઉના 19 દિવસથી તેઓ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સેવા આપી રહ્યા હતા. તેમનો સેવાભાવ એ હદે હતો કે પોતાના ઘરમાં પત્ની અને બીમાર પિતાને છોડી તેઓ હોસ્પિટલ અન્ય લોકોની સેવાએ દોડ્યા હતા.

ધ એન્ટિ કોરોનાવાઈરસ હીરો

આ ડોક્ટરની અંતિમ યાત્રાના વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. તેમની અંતિમયાત્રામાં લોકો ‘વેલકમ હોમ ટુ ધ એન્ટિ કોરોનાવાઈરસ હીરો’નું બોર્ડ લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

ડો.ડોંગ હોમ ક્વૉરન્ટાઈનમા હતા

જાન્યુઆરીથી સતત સેવા આપી રહ્યા ડો.ડોંગે 29 ફેબ્રુઆરીએ બ્રેક લીધો હતો. ક્વૉરન્ટાઈનના નિયમ મુજબ તેમણે પણ પોતાને આઈસોલેશનમાં રાખ્યા હતા. આઈસોલેશનમાં તેમની તબિયત ખરાબ થઈ હતી. તેમને માથાનો દુખાવો અને બોલવામાં પડતી તકલીફ જણાતા તેઓ હોસ્પિટલમાં 3 માર્ચે દાખલ થયા હતા. હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાથી તેઓ દુનિયાને તેમના જન્મદિવસના અઠવાડિયા પહેલાં અલવિદા કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો