ભારતીય મૂળના અમેરિકી ડોક્ટરોની ચેતવણીઃ તાત્કાલિક પગલાં ન લીધા તો ભારતમાં આવશે ‘કેન્સરની સુનામી’

કેન્સરના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર અને આ ઘાતક બીમારી વિશે પોતાના મહત્વના રિસર્ચના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય મૂળના બે અમેરિકી ડોક્ટરોએ ભારતને લઈને ચેતવણી જાહેર કરી છે. ડોક્ટર દત્તાત્રેયુડૂ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ કહ્યું કે જો તાત્કાલિક અને પૂરતા પગલા નહીં લેવામાં આવે તો ભારત ખૂબ જ જલ્દી ‘કેન્સરની સુનામી’ની ચપેટમાં આવી જશે.

જાણીતા કેન્સર રોગ નિષ્ણાત દત્તાત્રેયુડૂ નોરી આ બીમારીથી પીડિત કેટલાક મોટા નેતાઓની સારવાર કરી ચૂક્યા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત નીલમ સંજીવ રેડ્ડી પણ સામેલ છે. ડોક્ટર રેખા ભંડારી પેન કિલર દવાઓના ક્ષેત્રમાં પોતાના રિસર્ચ માટે જાણીતા છે. બંનેએ જણાવ્યું કે, હેલ્થ એજ્યુકેશન અને બીમારીના શરૂઆતના સ્ટેજને ઓળખીને જ ભારતને ‘કેન્સરની સુનામી’થી બચાવી શકાય છે.

કેન્સરના કારણે ભારતમાં રોજ 1300 લોકોના મોત થાય છે

ભારતીય મૂળના બંને ડોક્ટરોએ કહ્યું કે, જો જરૂરી અને પૂરતાં પગલા તાત્કાલિક ન લીધા તો આ દેશ કેન્સરની ચપેટમાં આવી શકે છે. નોરીએ પીટીઆઈ સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘ભારતમાં રોજ કેન્સરના કારણે 1300 લોકો મૃત્યુને ભેટે છે. ભારતમાં દર વર્ષે કેન્સરના લગભગ 12 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. આ અર્લી ડિટેક્શનના લોવર રેટ અને ખરાબ સારવાર તરફ ઈશારો કરે છે’. તેમણે તેમ પણ કહ્યું કે, કેન્સરથી ભારતના લોકોને સામાજિક અને આર્થિક રીતે ગંભીર તકલીફોમાંથી પસાર થવું પડે છે. આ બીમારી પીડિત પરિવારને ગરીબીમાં ફસાવી દે છે અને સામાજિક અસમાનતાને પ્રોત્સાહન આપે છે.

2030 સુધીમાં ભારતમાં દર વર્ષે કેન્સરના નવા 17 લાખ કેસની ભવિષ્યવાણી

ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરની ભવિષ્યવાણી પ્રમાણે 2030 સુધીમાં ભારતમાં દર વર્ષે કેન્સરના લગભગ 17 લાખ નવા કેસ સામે આવશે. નોરીએ કહ્યું કે, ‘જો આપણે મહત્વના પગલા નહીં લઈએ તો આ કેસમાં વધારો થશે’. કેન્સરની સારવાર પાછળ પીડિતનો પરિવાર ખર્ચાઈ જાય છે, ત્યારે આ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારતમાં જો કોઈ પરિવારના સભ્યને કેન્સર થયું હોવાની પુષ્ટિ થાય છે, તો તે પરિવાર ગરીબી રેખા હેઠળ જતો રહે છે. ભારતમાં આ પબ્લિક હેલ્થ કેર માટે એક પડકાર સમાન છે.

આયુષ્માન ભારત અને નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામથી પ્રભાવિત છે બંને
2015માં પદ્મ શ્રીથી સન્માનિત થયેલા ડોક્ટર નોરી પીએમ મોદીના આયુષ્માન ભારત પ્રોજેક્ટ અને નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામથી ઘણા પ્રભાવિત છે. નોરી અને ભંડારી એમ બંનેએ કહ્યું કે, કેન્સરના ખતરાનો ઉકેલ લાવવા માટે વહેલામાં વહેલી તકે સારવાર અને હેલ્થ એજ્યુકેશનનો પ્રસાર કરવો જરૂરી છે. બંને ડોક્ટરો સૌથી મોટા કહેવાતા નાગરિક સન્માન એલિસ આઈલેન્ડ મેડલ ઓફ ઓનરથી સન્માનિત થઈ ચૂક્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન દર વર્ષે તે લોકોને આપવામાં આવે છે, જેમણે દેશ સેવાના ક્ષેત્રમાં એવું કામ કર્યું હોય જે લોકોને ઉજવણી કરવાની કે પછી ગર્વ અનુભવવાની તક આપે છે.

બંને નિષ્ણાતોએ સરકારને આપ્યા મહત્વપૂર્ણ સૂચનો

બંને ડોક્ટર ભારતમાં કેન્સરના પડકારનો ઉકેલ લાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. ડોક્ટર નોરી આ માટે ભારત સરકારને કેટલાક સૂચનો પણ આપ્યા છે. ભારતમાં કેન્સરના સૌથી વધારે કેસના પાછળનું કારણ તમાકુ છે. તેમણે કહ્યું કે, ‘હું નેશનલ કેન્સર રજિસ્ટ્રી બનાવવા પર અને આયુષ્માન ભારત પ્રોગ્રામથી ખુશ છું’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો