આણંદ જિલ્લામાં પરિણીતાએ પતિ અને સાસરીયા દ્વારા દહેજ માટે સતત અપાતા ત્રાસથી કર્યો આપઘાત, બે માસૂમ બાળકો મમતા વિહોણા બન્યા

સમાજમાં હજુ પણ દહેજ (dowry)નું દુષણ કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યું છે. આણંદ જિલ્લામાં એક પરિણીતા (married woman)એ પતિ અને સાસરીયા દ્વારા સતતત દહેજ માટે ત્રાસ આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પરિણીતાના ભાઈની ફરિયાદ અને ઓડિયો ક્લિપના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (Motivation for suicide)નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના મૂળ ખંભોળજ ગામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણાતાને પતિ તથા સાસરીયા દ્વારા સતત દહેજ માટે ત્રાસ આપાતો હોવાને કારણે આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાના ભાઈ તથા માતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મારી બહેનના પતિ તથા સાસરીયા દ્વારા તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો, જેને પગલે મારી બહેને આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી પતિ તથા સાસરીપક્ષાના સબ્યો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, પ્રવીણા રાજ નામની યુવતી જેના લગ્ન 9 વર્ષ અગાઉ ઉમરેઠ તાલુકાના થામણા ગામના યુવક મુકેશ ગોહેલ સાથે લગ્ન થયા હતા અને 9 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે બાળકો મોહિત અને જયરાજ હતા. ગત સોમવારે અગમ્ય કારણોસર યુવતીએ તેણીના સાસરીના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા યુવતીના ભાઈએ તેના બનેવી અને મૃતક યુવતીના સાસુ અને સસરા સામે મોત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકે આપી છે.

ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર યુવતી પ્રવીણા ગોહિલના ભાઈએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ગત સોમવારે તેના બનેવીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તારી બહેન મરી ગઈ છે અને તેજ દિવસે સવારે 11 કલાકે તેની બહેન પ્રવીણા સાથે વાત થઇ હતી તેની ઓડિયો કલીપ પણ ઉમરેઠ પોલીસમાં પુરાવા તરીકે આપેલ છે. પરિણીતાના ભાઈનો આક્ષેપ છે કે, બનેવી મુકેશ ગોહેલ અને તેના સસરા વિક્રમસિંહ અને સાસુ ગીતા ગોહેલ બહેનની પાસે દહેજની માંગણી કરતા હતા, જેથી તેમની સામે દુષ્પ્રેરણાની ફરિયાદ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો