નિયત ફી કરતાં ડબલ રૂપિયા ઉઘરાવતા હોવાની બુમ, ટુ વ્હીલરના PUC માટે 20ના બદલે 50 અને ફોર વ્હીલરના 50 ના બદલે 100 રૂપિયા ચાર્જ લેવાય છે

પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફ્રી કરતા ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાડ કરતા જોવા મળી રહ્યા છે.

પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી જ ન કઢાવી હોય સામાન્ય 50 રૂપિયાની પીયુસી માટે 500 રૂપિયા દંડ હોય પીયુસી માટે સેન્ટરો પર ઉમટતા લાંબી ગ્રાહકોની લાંબી કટાર જોવા મળી રહી છે. એક દીવસમા 500 થી વધુ શહેરમાં પીયુસીઓની અરજીઓ નોંધાઈ રહી છે ત્યારે શહેરમાં આવેલ પીયુસી સેન્ટરો વાળા તકનો લાભ લઇ ડબલ કમાણી કરતા જોવા મળી રહ્યા છે અને સરકારની ટુ વહીલર માટે પીયૂસીનો નિયત ચાર્જ 20 રૂપિયા અને ફોર વહીલર માટે 50 રૂપિયા છે ત્યારે સેન્ટરો વાળા વાહન ચાલકો પાસેથી પાવતીની રકમ કરતા ડબલ પૈસા લેતા હોવાની બુમરાડ કરી રહ્યા છે ત્યારે સેન્ટરો વાળા ગ્રાહકોને ખંખેરી રહ્યા હોય આરટીઓ કે તંત્ર દ્વારા સત્વરે આ સેન્ટરો પર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.

20ની પાવતી આપી અને 50 રૂપિયા લીધા

સોમાભાઈએ જણાવ્યું હતું કે મારા બાઈકની પીયુસી માટે હું એક કલાક ઉભો રહ્યો ત્યારે મારો નંબર આવ્યો પીયુસી કાઢી આપી પરંતુ પીયુસી માટે મારી પાસે 50 રૂપિયા લીધા અને પાવતી 20 રૂપિયાની જ આપી મેં કહ્યું તો 50 રૂપિયા થશે એ તો સરકારનો ચાર્જ છે અમારો ચાર્જ અલગ હોય છે

ડબલ રૂપિયા ઉઘરાવી રહ્યા છે

– વાહન ચાલક કરશનભાઇએ જણાવ્યું હતું કે ટુ વહીલરની પીયુસી માટે 20 ફોર વ્હીલરની 50 રૂપિયાની પાવતી આપે છે જેની સામે ટુ વ્હીલરના 50 અને ચોર વહીલરના 100 રૂપિયા લેશે.

સરકારના નક્કી કરેલ ચાર્જ કરતા વધુ પૈસા લઇ શકે નહીં : ધ્યાને આવશે તો કાર્યવાહી કરીશું

– આર.ટી.ઓ અધિકારી જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કોઈ વાહન ચાલકની લેખિત કે મૌખિકમાં રજૂઆત મળી નથી. સેન્ટર વાળા સરકારે નક્કી કરેલ ચાર્જ કરતા વધુ ચાર્જ લઇ શકતા નથી જો કોઈ સેન્ટરમાં લેવામાં આવતો હશે તો નોટીશ આપી ખુલાશો લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો