સુરતમાં લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી યુવકનો આપઘાત, ‘મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું’

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં યુવાને ધંધામાં નુકસાન થતાં દેવું ન ચૂકવવાની સ્થિતિમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ ગુજારનાર ઈસમોના નામ લખ્યા છે. આ સાથે લખ્યું છે કે, મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી.

પાલનપુર પાટિયા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવક અલ્પેશ પટેલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. યુવકે લીધેલા એકાએક પગલાંને કારણે પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં રહેતા યુવકે આખરે દેવામાં ડૂબી જતા અંતિમ પગલું ભર્યું હતું.

રૂપિયાની ઉઘરાણી માટે માનસિક ત્રાસ આપતા હતા

અલ્પેશ પટેલ ઓનલાઇન ડ્રેસ માર્કેટિંગનું કામ કરતો હતો. વેપાર કરવા માટે તેણે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા. ધંધામાં નુકસાન થતા તે રૂપિયા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. બીજીતરફ જેમની પાસેથી રૂપિયા લીધા હતા તેઓ રૂપિયા પરત લેવા માટે તેને માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઇડ નોટમાં લખ્યું છે.

ઈજ્જતના ધજાગરા ઉડાવી દેવાની ધમકી અપાતી હતી

સુસાઈડ નોટમાં યુવાને વસંતભાઈ વાસુ વિકાસ ફેનીલ તેમજ અન્ય લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જેઓ તેની પાસેથી સતત રૂપિયાની ઉઘરાણી કરવા માટે દબાણ કરતા હતા. મારી નાખવાની સતત ધમકી આપતા હતા. સોસાયટીમાં આવીને તારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દઈશું એવી રીતે બ્લેકમેલ કરતા હતા. સુસાઇડ નોટમાં ઉઘરાણી કરનારાઓ તેને કયા પ્રકારની ધમકી આપતા હતા તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અલ્પેશ પટેલ પોતાના પરિવારની અને પત્નીની માફી માંગી હતી અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની ગાડી અને વાઈફના નામના ચેક ઉઘરાણી કરનારાઓને આપ્યા છે. જે તેમણે જબરજસ્તીથી લખાવી લીધાં છે. પોલીસે મારા પરિવારને મદદ કરે તેવી વિનંતી કરી છે. પોલીસની મદદ લેવા માટે પરિવારજનોને પણ કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો