સુરતમાં રત્નકલાકારના અંગોના દાનથી માનવતા મહેકી: ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું

અંગદાનમાં અગ્રેસર રહેતા સુરતમાંથી બ્રેઈનડેડ જાહેર થયેલા રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું છે. સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 160 મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બ્રેઈન હેમરેજ થયું હતું
મનસુખભાઈને બીજી ઓગસ્ટના રોજ સાંજે 8.30 કલાકે બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક કામરેજમાં આવેલ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સિટી સ્કેન અને MRI કરાવતા લકવાનો હુમલો થયો હોવાનું નિદાન થયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે તા.4 ઓગસ્ટના રોજ વિનસ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.રાકેશ ભારોડીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. સારવાર દરમિયાન ખેંચ આવતા નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

બ્રેઈનડેડ જાહેર થતાં અંગદાનનો નિર્ણય
6 ઓગસ્ટના રોજ ડોક્ટરોએ મનસુખભાઈને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે મનસુખભાઈના પત્ની રીટાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

ફેફસાં ચેન્નાઈ મોકલાયાં
SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી હતી. જયારે NOTTO દ્વારા ફેફસાં ચેન્નઈની MGM હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતાં.દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીમાં લોહીના ગઠ્ઠા જમા થઇ ગયા હોવાને કારણે બંને કિડની ખરાબ થઇ ગઈ હતી., તેને કારણે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું.ફેફસાં, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો