માં અંબાજીના ભક્તે માતાજીના ચરણમાં એક કિલો સોનાનું દાન કર્યું..

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી પાવન થઇ રહ્યા છે. અંબાજી મેળાને આજે સાતમો અને છેલ્લો દિવસ છે. ત્યારે મંદિરના બેંક એકાઉન્ટ અને મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આવ્યું છે.

આજે પણ અંબાજી મંદિરમાં મા અંબાના ભક્ત દ્વારા એક કિલો સોનાનું દાન આવ્યું છે. અમદાવાદના નવનીત પટેલ દ્વારા 1 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે. આ સિવાય આજે અંતિમ દિવસે મા અંબાના ચરણમાં અનેક ગણું સોનાનું દાન અને રૂપિયા આવ્યા છે.

તમને જણાવી દઇએ કે, છઠ્ઠા દિવસે 2 લાખ 42 હજાર 925 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આ છ દિવસમાં કુલ 22 લાખ 9 હજાર 459 ભક્તોએ દર્શન કર્યા હતા. છઠ્ઠા દિવસે પ્રસાદના 2 લાખ 86 હજાર 342 પેકેટ્સનું વિતરણ થયું છે. જ્યારે છ દિવસમાં કુલ 20 લાખ 74 હજાર 602 પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.

આ સિવાય પરત ફરી રહેલા માઈભક્તોને લઈ આવવા એસટી બસોની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ભાદરવી પુનમ બાદ શ્રાધ્ધ પર્વની પૂર્ણાહૂતિ પછી નવલાં નોરતાંની શરૂઆત થશે. શક્તિ ઉપાસનાના આ પર્વમાં માને અનેક શક્તિ ઉપાસકો અક્ષત-કુમકુમથી પોતાના ચોકમાં પધારવા નિમંત્રણ પાઠવવાની શ્રધ્ધેય વિધિ કરવાનું પણ ચુકતાં નથી.

ભાદરવી પૂનમમાં મેળા દરમિયાન અંબાજી મંદિરની ગાદીની આવકમાં વધારો નોંધાયો છે. છઠ્ઠા દિવસનો આંકડો કુલ 3 કરોડ 50 લાખ સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત આ સાત દિવસોમાં સોનાની આવક પણ વધી હતી. જેમાં ત્રીજા દિવસે 617 ગ્રામની સોનાનીેં ભેટ મળી હતી. તેમજ બીજા દિવસે સોનાની 110 ગ્રામની ભેટ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢવાની કામગીરી ચાલુ રહી છે, ત્યારે અનેક ભાવિકભક્તો મંદિરમાં સોનાનું દાન કરી પોતાનો હિસ્સો મંદિરમાં આપી રહ્યાં છે. ત્યારે ભાદરવી પૂનમમાં મેળાવામાં આવેલ સોનાના દાનનો ઉપયોગ પણ શિખરના કામગીરીમાં લેવાય તેવી શકય્તા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો