મહિલાઓને લગ્ન અને નોકરી કરવા માટે ફરજ પાડવી એ પણ છે ઘરેલૂ હિંસા, થશે જેલ

મહિલા રક્ષણ એક્ટ, 2005 મહિલાઓને ઘરેલૂ હિંસાથી બચાવે છે. કોઈ મહિલાને નોકરી ન કરવા દેવી અથવા લગ્ન માટે તેના ઉપર દબાણ કરવું પણ ઘરેલૂ હિંસામાં આવે છે. ઘરેલૂ હિંસામાં યૌન હિંસા, મૌખિક હિંસા, આર્થિક હિંસા વગેરે આવે છે. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે ઘરેલૂ હિંસા થાય ત્યારે મહિલાઓ સ્વબચાવ માટે કેવી રીતે કાયદાકીય મદદ લઈ શકે છે…

મજિસ્ટ્રેટ પાસે કરી શકે છે અરજી
હાઇકોર્ટ એડવોકેટ સંજય મેહરા જણાવે છે કે કોઈ પણ મહિલા સાથે કોઈ પણ પ્રકારની હિંસા થાય તો તે સીધે મજિસ્ટ્રેટ પાસે અરજી કરી શકે છે. મહિલા સિવાય પ્રશાસન દ્વારા નિમણુક રક્ષણ અધિકારી પણ મહિલાની તરફથી અરજી આપી શકે છે. મજિસ્ટ્રેટ પાસે અરજી આવ્યાં પછી રક્ષણ અધિકારી સાથે સંબંધિત હિંસાની રિપોર્ટ લેવામાં આવે છે. રિપોર્ટ મળ્યાં પછી મજિસટ્રેટ સંબંધિત વ્યક્તિને નોટિસ આપે છે. મજિસ્ટ્રેટ ઇચ્છે તો બંનેને સલાહ અધિકારી પાસે પણ મોકલી શકે છે. કેટલાક કિસ્સા સલાહથી જ ઉકેલાય જાય છે. કોર્ટના આદેશનું પાલન ન કરવા પર 1 વર્ષની જેલ અને 20 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

કોઈ મહિલાને નોકરી ન કરવા દેવી અથવા લગ્ન માટે તેના ઉપર દબાણ કરવું પણ ઘરેલૂ હિંસામાં આવે છે.

ઘરેલૂ હિંસામાં ક્યા પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે?

– મહિલાને ધરાર ખોટી વસ્તુઓ બતાવવી અથવા બળપૂર્વક સંબંધ બનાવવા ઘરેલૂ હિંસામાં આવે છે.

– સ્કૂલ-કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં ન જવા દેવી, નોકરી કરવાથી રોકવી, ઘરની બહાર ન જવા દેવી, કોઈ વિશેષ વ્યક્તિને ન મળવા દેવી, લગ્ન માટે દબાણ કરવો પણ ઘરેલૂ હિંસામાં આવે છે.

– પત્ની અને બાળકોને ભરણ-પોષણ માટે ખર્ચ ન આપવો, ઘરની બહાર રહેવા માટે મજબૂર કરવું, સ્ત્રીધનને પત્નીની રજામંદી વિના વેંચી નાખવું પણ ઘરેલૂ હિંસામાં આવે છે.

– આ સિવાય દહેજની માંગ કરવી, મેણાં મારવા, અપમાન કરવું, મજાક ઉડાવવા જેવી વસ્તુઓ ઘરેલૂ હિંસામાં આવે છે.

પત્ની ભરણ-પોષણ માંગી શકે છે

– પત્ની ઘરેલૂ હિંસાનો કેસ કરે છે તો તેણે આ સાબિત કરવાનું રહેશે કે તેની સાથે ઘરેલૂ હિંસા થઈ રહી છે. પત્ની જો પોતાનું ભરણ-પોષણ કરવામાં સક્ષમ ન હોય તો પતિ પાસે તે ભરણ-પોષણની માંગ કરી શકે છે. એવામાં કોર્ટમાં ભરણ-પોષણની અરજી કરવાની હોય છે.

– કેસ કરતી વખતે સાથે રહેતા પણ કોર્ટ પતિને કહી શકે છે કે તે પત્નીને ભરણ-પોષણ આપે. કોર્ટ જોવે કે પત્નીની ક્યાંયથી આવક તો નથીને. પતિની આવક પણ જોવામાં આવે છે.

– તેના પછી એ પણ જોવામાં આવે છે કે ખરેખર પત્ની અને બાળકને ખર્ચ માટે કેટલા રૂપિયાની જરૂર છે, તે મુજબ કોર્ટે પતિને ભરણ-પોષણ માટે આદેશ કરવાનો હોય છે. પતિએ આ ભરણ-પોષણ આજીવન આપવાનું હોય છે. હા, પતિ, પત્ની પરસ્પર સમજૂતીથી જરૂર તેને ખતમ કરી શકે છે. અનેક કેસોમાં પતિ એકસાથે રૂપિયા આપીને પણ કેસ ખતમ કરી દે છે, પરંતુ આ કામ પણ પરસ્પર સમજૂતીથી જ કરવાનું હોય છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો