ખરતા વાળની સમસ્યા માટે અક્સીર ઉપચાર છે ડુંગળી, કઈ રીતે કરવો તેનો ઉપયોગ? જાણો અને શેર કરો

કલાકો સુધી ઈલેક્ટ્રીક ગેજેટ્સ સામે સમય પસાર કરવો તેમજ વધતા તણાવ અને પ્રદૂષણને કારણે પણ આપણી ત્વચાની સાથેસાથે વાળ પર પણ તેની માઠી અસર પડે છે. હાલના સમયમાં નાની ઉંમરથી જ મહિલા અને પુરુષ એમ બંનેમાં વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતી મોંઘી અને કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ આવી મોંઘી પ્રોડક્ટમાં પૈસા વેડફવા કરતાં ઘરમાં જ તેનો ઉકેલ મળી જાય તો કેટલું સારું! તમારા પૈસા પણ બચી જશે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો પણ મળી જશે. વાળ ખરતા રોકવા માટે ઘણાં વર્ષોથી ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. કહે છે કે ડુંગળી ખરતા વાળની સમસ્યા માટે અક્સીર ઉપચાર છે.

કઈ રીતે વાળ ખરતા રોકે છે ડુંગળી?

ડુંગળીમાં મોટા પ્રમાણમાં સલ્ફર રહેલું છે, જે વાળને તૂટતા અને પાતળા થતા રોકે છે. આપણી ત્વચા અને વાળ બંને માટે ડાયટરી સલ્ફર જરૂરી છે. ડુંગળીમાં તેની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી છે અને તે આપણા વાળ માટે એક સારો વિકલ્પ છે. સલ્ફર વાળના ગ્રોથને વધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત ડુંગળીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ જેવા ગુણો પણ રહેલા છે. આ કારણે જ ડુંગળી ખાવી ફાયદાકારક છે. તેના આ ગુણો જ વાળનાં મૂળિયાંમાં ઈન્ફેક્શન થવાથી બચાવે છે.

ડુંગળીનો પલ્પ અથવા તેના જ્યૂસના નિયમિત ઉપયોગથી વાળના ગ્રોથમાં વધારો થાય છે. એટલું જ નહીં પણ ડુંગળીથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. માથાના તાળવામાં ડુંગળી લગાવવાથી બ્લડ સરક્યુલેશનમાં વધારો થાય છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત ડુંગળીના તેલના નિયમિત ઉપયોગથી વાળમાં ચમક આવે છે અને આ ચમક લાંબા સમય સુધી ટકેલી રહે છે.

કઈ રીતે કરવો તેનો ઉપયોગ?

ડુંગળીના પલ્પ અથવા રસને સીધો માથાના તાળવામાં લગાવવાને બદલે તેને નારિયેળ અથવા ઓલિવ તેલમાં ભેળવીને બરાબર મિક્સ કરી લો. તેમજ ડુંગળીને છૂંદીને તેમાંથી રસ કાઢી લો. આ રસને તમે મધ, તેલ, દહીં વગેરેમાં ભેળવીને માથાના તાળવામાં લગાવો અને સારી રીતે મસાજ કરો. થોડો સમય બાદ તેને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર આ ઉપચાર કરવાથી મહિનામાં જ તમને ફર્ક જોવા મળશે. જો તમને ડુંગળીની ગંધ ન ગમતી હોય તો તમે તેમાં લીંબુનાં થોડાં ટીપાં પણ ઉમેરી શકો છો તેનાથી ડુંગળીની ગંધ થોડી ઓછી થશે.

હેર ટિપ્સ :- હેતા પટેલ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો