લોકડાઉનમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની અમદાવાદના તબીબો કરશે મફત સારવાર, મેડિકલ એસોસિયેશનનો મહત્વનો નિર્ણય

કોરોનાનું (coronavirus) સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આવી સ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનનો (Ahmedabad Medical Association) મહ્ત્વનો નિર્ણય સામે આવ્યો છે. શહેરના દરેક ઝોનમાં ફરજ ફરજ બજાવતા પોલીસ જવાનોની મફત સારવાર કરશે શહેરના તબીબો. એક તરફ કોરોના વાયરસના કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ ધોમધખતા તાપમાં પણ શહેરના પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દરેક ઝોનમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનો ને મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ મેડિકલ એસોના ડોકટર્સની ટીમ બીમાર પોલીસ જવાનોને વિના મૂલ્યે સારવાર આપશે. જે માટે મેડીકલ એસોસિયેશનની ટિમ દ્વારા 191 હોસ્પિટલ નું લિસ્ટ પણ પોલીસ ની સારવાર માટે જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે ડોક્ટરનું એસોસિયેશન દર વર્ષે પોલીસ જવાનો માટે મદદમાં આગળ હોય છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અજય તોમર એ પોલીસ જવાનોની સારવાર માટે રજૂઆત કરી હતી.

જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ 1ની મહામારીમાં બધા જ તબીબો અને પોલીસ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસ જવાનો દિવસ રાત બંદોબસ્ત માં તૈનાત છે દરેક સાતે સત ઝોન માં જો પોલીસ જવાનો ને કોઇપણ શારીરિક તકલીફ ઊભી થાય તો તેવા સમયે પોલીસ જવાનો ની વિના મૂલ્યે સારવાર થાય તેવી મદદ માંગવા માં આવી સીધે. તેને ધ્યાને લઇ અમદાવાદ મેડિકલ એસોસિયેશન ની 21 ડોકટર્સની ટિમ તૈયાર કરાઈ છે. જે શહેરમાં અલગ અલગ 7 ઝોનમાં પોલીસ જવાનો ની સારવાર માટે તત્પર રહેશે.

આ ઉપરાંત અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 191 જેટલી હોસ્પિટલ ની યાદી તૈયાર કરી પોલીસ અધિકારીઓ ને આપવામાં આવી છે. આ હોસ્પિટલમાં પણ મેડિકલ એસોસિયેશન દ્વારા પોલીસ ની સારવાર કરવાનું જણાવી દેવાયું છે. મહત્ત્વનું છે કે અમદાવાદ મેડીકલ એસોસિયેશન દર વર્ષે પોલીસ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરે છે અને પોલીસ ના જવાનોની શક્ય તેટલી તબીબી સહાય પુરી પાડે છે ત્યારે હાલ કોરોના ની મહામારી વચ્ચે ફરી એકવાર તબીબોનું એસોસિયેશન પોલીસના વ્હારે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો