હવે અંધ લોકોનો અંધાપો થશે દૂર, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધી દુનિયાની પ્રથમ બાયોનિક આંખ
આપણે આપણી આંખો દ્વારા જ સમગ્ર સૃષ્ટિ જોઈ શકીએ છીએ. પરંતુ જે લોકો આંખો વિહોણા છે તેમને કેટલા પડકારોનો સામનો કરવો પડતો હશે તે સારી રીતે સમજી શકાય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ વિજ્ઞાને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે.
દુનિયાના અનેક રિસર્ચર અનેક પ્રકારના બાયોનિક સોલ્યૂશન્સ પર કામ કરી રહ્યાં છે. પરંતુ હજી સુધી કોઈ પણ મહત્વપૂર્ણ ઉપાય શોધી શકાયો નહોતો. પરંતુ આખરે આ ક્ષેત્રે મોટી સફળતા મળી જ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઊંડા રિસર્ચ બાદ બાયોનિક આંખ તૈયાર કરી હતી. તેની મદદથી લોકોને અંધાપાથી મુક્તિ મળી શકશે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હવે તેને માનવીના મગજમાં લગાવવાની તૈયારી ચાલી રહી છે. દાવો કરાયો છે કે આ દુનિયાની પ્રથમ બાયોનિક આંખ છે.
યુનિવર્સિટીના ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર લાઓરીએ જણાવ્યું હતું કે, અમે એક એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે જે મગજની સપાટી પર ફિટ થઈ જશે. અમે તેને ‘બાયોનિક આઈ’ નામ આપ્યું છે. તેમાં કેમેરાની સાથે એક હેડગિયર ફીટ કરાયું છે જે આજુબાજુ થતી હરકતો પર નજર રાખી સીધું મગજનો સંપર્ક સાધશે. આ ડિવાઈસની સાઈઝ 9X9 મિલીમીટર છે. આ આંખને બનાવવામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો છે.
A team of researchers at Monash University in Melbourne, Australia, has built a bionic device that they say can restore vision to the blind through a brain implant. https://t.co/pYyMzeGpO3
— HumanProgress.org (@HumanProgress) September 17, 2020
પ્રોફેસર લાઓરી અનુસાર બાયોનિક આંખ માનવીના અંધાપાને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે. તેને જન્મથી અંધ વ્યક્તિને પણ લગાવી શકાશે. વિજ્ઞાનીઓએ આ ડિવાઈસને વેચવા માટે ફંડની માગ કરી હતી. જોકે તેના વિજ્ઞાનીઓને ગત વર્ષે એક મિલિયન ડોલર(આશરે 7.35 કરોડ રૂ.)ની રકમ આપવામાં આવી હતી.
મોનાશ બાયોમેડિસિન ડિસ્કવરી ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટર યાન વોંગે જણાવ્યું કે શોધ દરમિયાન 10 ડિવાઈસનું ઘેટાં-બકરાં પર પરીક્ષણ કરાયું હતું. તેમાંથી 7 ડિવાઈસ ઘેટાં-બકરાંના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વિના 9 મહિના સુધી એક્ટિવ રહ્યું હતું. ડૉ. લ્યૂસે કહ્યું કે જો ડિવાઈસ કારગત સાબિત થશે તો તેને મોટાપાયે તૈયાર કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

