દંપતી માટે ડોક્ટર બન્યા ‘ભગવાન’, દાહોદમાં દંપતીને ખેતર ન વેચવા દઇ તબીબે રૂા.1.40 લાખનું બિલ માફ કર્યું

દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવતા લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ થઈ છે.

દાહોદથી માંડ 100 કિ.મી.ના અંતરે રાજસ્થાનના બાંસવાડાના સાવ નાનકડા ખેરડાબરા ગામના કાંતાબેન અને તેમના પતિ થાવરચંદ ચરપોટાએ તેમના 20 વર્ષના દામ્પત્યજીવન દરમ્યાન 3 વખત જન્મતા પહેલાં જ સંતાનો ગુમાવી દીધા હતા. દંપતિ દાહોદની ન્યુ હોપ હોસ્પિટલમાં IVF તરીકે ઓળખાતી‌ સારવાર લેવા આવ્યુ હતું. તા.13.3.2021ને શનિવારે આ મહિલાએ પૂત્રને જન્મ આપ્યો હતો. સિઝેરિયન ઓપરેશન સહિત લગભગ બે મહિના હોસ્પિટલમાં રહેવા સાથે સમયે સમયે લોહી, હાઈ રિસ્ક હોઈ તેની સારવાર વગેરેનું બીલ રૂ.1.40 લાખ થયું હતુ.

આ દંપતીએ ગત બે મહિના દરમ્યાન માત્ર બહારથી જે દવા મંગાવાતી તેના જ રૂપિયા ચુકવ્યા છે. બાકીની ચુકવણી માટે તેઓ તેમના જીવનના એકમાત્ર આધાર સમા ખેતરને વેચીને બીલ ચુકવવાની તૈયારી કરતા હોવાની ખબર પડતા તબીબે સત્વરે રૂ.1.40 લાખ જેવી મોટી રકમનું આખે આખું બીલ જ માફ કરી દીધું હતું.

દંપતીના ચહેરા પરની ખુશાલી તે અમારૂં વળતર

અગાઉના 3 દુ:સ્વપ્ન જેવા અનુભવો બાદ ગરીબ દંપતી એકમાત્ર જમીન વેચવાની તૈયારી કરતું હોવાનું જાણી અંતરાત્માનો આદેશ થયો હોય તેમ તેની તમામ ચૂકવણી માફ કરવાનો નિર્ણય લઈ તેનું બિલ માફ કર્યું છે. હાથમાં રમતા પોતાના બાળકને જોઈને આ દંપતીના ચહેરા ઉપર જે ખુશાલી જોવા મળી તે જ અમને મળેલું મોટું વળતર છે.>ડૉ કેતન પટેલ, ગાયનેક તબીબ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો