કોરોનાના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટર પિતા-પુત્રને હોસ્પિટલ માટે ભટકવું પડ્યું, ડૉક્ટર પિતા-પુત્રના બંનેના મોત, માતાની હાલત પણ ગંભીર

મુંબઈ નજીકના કલ્યાણમાં રહેતા ડૉક્ટર પિતા-પુત્રને કોરોના ભરખી ગયો છે. જ્યારે ડૉક્ટરના પત્નીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે, અને તેઓ વસઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાથી જ મોતને ભેટેલા ડૉક્ટર પિતા-પુત્રએ વેક્સિન લીધી હતી કે કેમ તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી તેઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.

ડૉ. નાગેન્દ્ર મિશ્રા (ઉં. 58 વર્ષ) અને તેમના દીકરા સુરજ મિશ્રા (ઉં. 28 વર્ષ)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા જરુરી બન્યા હતા. જોકે, હજારો લોકોની સારવાર કરનારા ડૉક્ટર પિતા-પુત્રને પોતાને હોસ્પિટલ માટે આમથી તેમ ભટકવું પડ્યું હતું. ફેમિલીના ત્રણેય સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં ગમે તેમ કરીને એડમિટ કરાયા હતા. જેમાં ડૉ. નાગેન્દ્રને થાણેની વેદાંત હોસ્પિટલમાં રખાયા હતા. પરંતુ ત્યાં તેમનું શુક્રવારે તેમના જન્મદિને જ મોત થયું હતું.

નાગેન્દ્ર મિશ્રાના દીકરા સૂરજને ગોરેગાંવની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જ્યારે ડૉ. મિશ્રાનાં પત્નીને વસઈ-વિરારની એક હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સારવાર દરમિયાન ડૉ. સૂરજ મિશ્રાએ પણ પિતાના મોત બાદ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે સૂરજના માતાની તબિયત હાલમાં ખૂબ જ ગંભીર છે. નાગેન્દ્ર મિશ્રા તિટવાલા નજીકના ખાડવાલીમાં ક્લિનિક ચલાવતા હતા. જ્યારે તેમનો દીકરો ભીવંડીના બાપગાંવમાં ક્લિનિક ચલાવતો હતો. આ પરિવાર કલ્યાણ પશ્ચિમમાં આવેલા ગંધારી વિસ્તારમાં રહેતું હતું. સૂરજના હજુ નવેમ્બર 2020માં જ લગ્ન થયા હતા. ડૉ. મિશ્રાનો બીજો પણ એક દીકરો ડૉક્ટર છે.

મિશ્રા પરિવારના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું કે ડૉ. મિશ્રા, તેમના પત્ની તેમજ દીકરાનો હજુ છ દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા, પરંતુ તેમની હાલત સુધરવાને બદલે સતત કથળતી જતી હતી. ડૉ. નાગેન્દ્ર મિશ્રાએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા તેના થોડા જ કલાકોમાં સૂરજનું પણ મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો