ડોક્ટરે દેખાડી માનવતા: ગોંડલમાં વૃદ્ધા બેભાન થઇ પડી ગયા, વાહન ન મળતા રેકડીમાં સુવડાવી ડોક્ટરે જાતે ચલાવી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા

હાલ કોરોનાની મહામારીને કારણે માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ ગોંડલમાં એક ડોક્ટરની માનવતાના દર્શન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધા રિક્ષામાંથી બેભાન થઇ પડી જાય છે અને ડોક્ટરને જાણ થતા તેઓ દોડી આવે છે. અન્ય કોઇ વાહન ન મળતા ડોક્ટર અને તેનો સ્ટાફ વૃદ્ધાને બાજુમાં પડેલી રેકડીમાં સુવડાવી દે છે. બાદમાં ડોક્ટર જાતે રેકડી ચલાવી બાજુના હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ડોક્ટરની માનવતાના દર્શન જોઇ ગોંડલવાસીઓ તેને સલામ કરી રહ્યાં છે.

ડોક્ટર ગાયનેક તરીકે ગોકુલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે

ગોંડલની શ્યામ વાડી પાસે વૃદ્ધા રિક્ષામાંથી બેભાન હાલતમાં નીચે જમીન પર પડી ગયા હતા. ડોક્ટરે રેકડીમાં જાતે જ વૃદ્ધાને રેકડીમાં ગોકુલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટર રેકડી ચલાવીને વૃદ્ધાને લઇ જતા માનવતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ડોક્ટર ગોકુલ હોસ્પિટલમાં જ ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે.

વૃદ્ધાને રેકડીમાં હોસ્પિટલ સુધી ખસેડનાર ડોક્ટરનું નામ હિતેષ કાલરિયા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું ગોંડલમાં શ્યામ વાડી પાસે ગોકુલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ગાયનેક તરીકે પ્રેક્સિસ કરૂ છું. હું જ્યાં રહુ છું ત્યાં એક માસી કે જેની ઉંમર 65થી 70 વર્ષની હશે. તેમને થોડા દિવસથી વીકનેશ રહેતી હતી. આથી તેમને હોસ્પિટલ બતાવવા માટે લઇ જતા હતા.

ડો.હિતેષ કાલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે રસ્તામાં જ તેઓ બેભાન થઇને રિક્ષામાંથી પડી ગયા હતા. આથી તેમને ફરી રિક્ષામાં લઇ જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનું બોડી હેવી હોવાથી રિક્ષામાં લઇ જવા અશક્ય હતા. આ સમયે લોકો પણ ડરતા હોવાથી બાજુમાં કોઇ આવતું નહોતું. આ સમયે 108 મળવી મુશ્કેલ હતું. આથી બાજુમાં રેકડી પડી હતી તેમાં સુવડાવી હોસ્પિટલ લઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો