દાંત ચમકદાર બનાવવા માટે તમે દાંતણ કરો છો કે બ્રશ? કયો ઓપ્શન વધારે ફાયદાકારક છે જાણો અને શેર કરો

તમારા ઘરના વડીલને તમે દાતણથી દાંત સાફ કરતા જોયા હશે પરંતુ હવે મોટા ભાગના લોકો ટૂથબ્રશનો ઉપયોગ કરતા થયા છે. દાંત સાફ કરવા માટે યોગ્ય રીત કઈ છે? તે જાણવા માટે અમે મુંબઈની વેદા હેલ્થબ્લિસના આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ મારવાહનો સંપર્ક કર્યો. એક્સપર્ટ પાસેથી જ જાણીએ દાંત સાફ કરવાની સારી રીત કઈ છે?

દાંત સાફ કરવા જરૂરી છે
ડૉ. રાહુલ જણાવે છે કે, જે લોકો નિયમિત રીતે દાંત સાફ નથી કરતા તેમને કેવિટી, પેઢાંમાં સોજો, પાયેરિયા સહિતની સમસ્યા થઈ શકે છે. જે બાળકો બ્રશ નથી કરતાં તેઓ ફ્રેશ ફીલ કરતાં નથી. તેમની મેન્ટલ હેલ્થ સારી રહેતી નથી. શાસ્ત્રોમાં શરીરના દરેક ભાગની સફાઈ કરવાની વાત કહેવામાં આવી છે, જેથી આપણે હંમેશાં સ્વસ્થ અને ઊર્જાવાન રહીએ.

દાતણ સૌથી બેસ્ટ
ડૉ. રાહુલના મત પ્રમાણે, દાંત સાફ કરવા માટે દાતણ સૌથી સારી રીત છે. ત્યારબાદ આંગળીથી સફાઈ. સૌથી લાસ્ટ ઓપ્શન બ્રશ પસંદ કરી શકાય છે. લીમડો, બાવળ અને ખેરના દાતણથી દાંત સાફ કરવાથી કફ, મોંની દુર્ગંધ જેવી સમસ્યામાંથી રાહત મળે છે. મોટાભાગના ટૂથપેસ્ટમાં મિઠાસ હોય છે. બ્રશ કર્યા પછી આ મિઠાસ મોઢાંમાં રહી જાય છે. તેથી કેવિટી અને ડેન્ટલ સમસ્યાની સંભાવના વધી જાય છે.

આંગળીથી દાંત સાફ કરવાની યોગ્ય રીત
માર્કેટમાં ઘણા દંતમંજન અવેલેબલ છે જે દાતણની ખાસિયતો ધરાવે છે. આંગળીથી મંજર કરવાથી દરેક ખૂણે સફાઈ થાય છે. પેઢાંને પણ મસાજ થાય છે. બ્રશની લિમિટેશન હોય છે તે દાતણની જેમ કામ કરતું નથી. તેથી ટૂથબ્રશ મેકિંગ કંપની દાવો કરે છે કે તેમનું બ્રશ દાંતના દરેક ખૂણે સફાઈ કરવાનો દાવો કરે છે.

કોગળો કરવો જરૂરી
ડૉ. મારવાહ જણાવે છે કે, દાંત સાફ કર્યા પછી ફ્રેશનેશ ફીલ થવી જોઈએ તે ટૂથપેસ્ટથી થતું નથી. સવારે ઉઠ્યા પછી અને રાતે સૂતા પહેલાં 2 વખત દાંત સાફ કરવા જરૂરી છે. શાસ્ત્રોમાં દિવસમાં 14 વખત કોગળા માટેની સલાહ અપાઈ છે. કોઈ પણ વસ્તુનું સેવન કર્યા પછી કોગળા કરવા જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો