બાળકોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે આટલું કરો, ડૉ.પવિત્રા વેંકટગોપાલન જણાવ્યા સાવચેતીના પગલાં

કોરોના વાયરસની બીજી લહેરે ખતરનાક રૂપ ધારણ કર્યું છે. એવામાં બાળકોમાં પણ ઇન્ફેકશનના કેસો સામે આવી રહ્યા છે. પહેલી લહેરની સરખામણીએ બાળકોમાં સંક્રમણની સંખ્યા વધી છે. આ બાબતે એરિજોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માઇક્રોબાયોલોજી અને કોરોના વાયરસ પર પીએચ.ડી કરનાર ડો. પવિત્રા વેંકટગોપાલને બાળકોમાં સંક્રમણ કેવી રીતે રોકી શકાય તે બાબતે એક અખબાર સાથે વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભારતમાં રસીકરણના ત્રીજા ફેઝમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. ભલે બાળકોમાં કોરોનાનું ઇન્ફેકશન વધી રહ્યું, પરંતું અત્યારે બાળકોને વેકસીન આપી શકાય તેમ નથી. એનું કારણ એવું છે કે વેકસીનની બાળકો પર અસરની હજુ તપાસ નથી થઇ. આપણી પાસે બીજા પણ વિકલ્પ છે. સૌથી સારો વિકલ્પ એ છે કે બાળકોને ઇન્ફેકશનથી દુર રાખીએ. એ આપણે બે રીતે કરી શકીએ. એક તો બાળકોની સાથે રહેતા બધા એડલ્ટસ રસી મુકાવે અને બીજું કે બાળકોને કોવિડ-19ના પ્રોટોકોલ શીખવાડીએ.

અમેરિકામાં 16 વર્ષની ઉપરના લોકોને વેકસીન આપવાનું શરૂ થયું છે તો અહીં કયારે થશે? એવા એક સવાલના જવાબમાં ડો. પવિત્રા વેંકટગોપાલને કહ્યું હતું કે અત્યારે તો શકય નથી, કારણ કે ભારતમાં જે વેકસીનનો ઉપયોગ થઇ રહ્યો છે તે વેકસીનની બાળકો પર ટ્રાયલ થઇ નથી. દુનિયાભરમાં કેટલાંક કિલિનિકલ ટ્રાયલ ચાલી રહી છે જેમાં કોરોના વેકસીનની અસરકારતા તપાસવામાં આવી રહી છે.જયાં સુધી વેકસીન બાળકોમાં પુરી રીતે સુરક્ષિત અને અસરકાર હોવાનું સાબિત ન થાય ત્યા સુધી આપણે રાહ જોવી પડશે.

નાના બાળકો માટે સેફટીનો અલગ પ્રોટોકલ છે? એવા સવાલના જવાબમાં ડો. પવિત્રાએ કહ્યું કે ના બાળકો માટે સેફટીનો અલગ પ્રોટોકોલ નથી. કોરોના વાયરસ અત્યારે દરેક ઉંમરના લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. અને બધા માટે એ જરૂરી બની જાય છે એનાથી બચવા માટે જે જરૂરી હોય તે બધું કરવું જોઇએ. વિશ્વ આરોગ્ય સંસ્થા(who)ની ભલામણ કહે છે કે બાળકોને બચાવવા માટે પેરન્ટસે કોરોના સાથે જોડાયેલા વ્યવહારનું સખત પાલન કરવું પડશે.

બાળકો માટે પણ એ જરૂરી છે કે એ ઉપાયોને પોતાની દિનચર્યા અને આદતનો હિસ્સો બનાવી લે.પેરન્ટસે તેમના બાળકોના સવાલના જવાબ આપીને તેમનો ડર ઓછો કરવો જોઇએ. પેરન્ટસે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેમના બાળકો જેમની સાથે રમી રહ્યા છે તેના પરિવારના બધા એડલ્ટસે વેકસીન લીધી હોય અને કોરોના પ્રોટોકોલનું પાલન કરતા હોય. અને સૌથી અગત્યની વાત એ છે કે બાળકો અને મોટી ઉંમરના બધા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે.

શું 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમા ઇમ્યૂનિટી વધારે હોય છે એટલે તેઓ સંક્રમણ ખાળી શકે છે? આ સવાલના જવાબમાં ડો. પવિત્રાનું કહેવું છે કે એક હદ સુધી આ સાચું છે, પરંતુ સામાન્ય રીતે બધી ઉંમરના લોકો જે યોગ્ય રીતે ખાવાનું ખાય છે અને સક્રીય જીવનશૈલીનું પાલન કરે છે તેમના ઇમ્યૂનિટી મજબૂત હોય છે. કોવિડ-19 બધી ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે, પરંતુ જેમની તંદુરસ્તી સારી છે તેવા લોકોને કોરોનાથી વધારે પરેશાની થઇ નથી. બાળકોનું એક્ટિવિટી સ્તર અન્યોની સરખામણી વધારે રહેતું હોય છેએટલે બાળકોને ઇન્ફેકશન વધારે પરેશાન કરતું નથી.

કોરોનાની બીજી લહેરમાં શું નાની ઉંમરના લોકોમાં સંક્રમણ વધારે ફેલાશે? આ સવાલના જવાબમાં ડો. પવિત્રા કહે છે કે ના એવું નથી, આ વાતનો કોઇ ડેટા નથી કે કોરોના વાયરસનો નવો વેરિએન્ટ યુવાનોને વધારે સંક્રમિત કરી રહ્યો છે. અત્યારે તો વાયરસ બધાને જ સંક્રમિત કરી રહ્યો છે.ડો. પવિત્રાએ કહ્યું કે કોવિડ-19ની પહેલી લહેરમાં લોકો વધારે સાવધાન હતા. લોકોએ કોરોનાથી બચવાના ઉપાયોનું સખ્તીથી પાલન કર્યું હતું. બાળકો સુધી ઇન્ફેકશન ન પહોંચે તેના પણ પ્રયાસો થયા હતા.

પંરતું છેલ્લાં એક વર્ષમાં લોકો આર્થિક અને ભાવનાત્મક રીતે ઘણા પરેશાન થયા. જાન્યુઆરીમાં જયારે કોરોના વેકસીન લગાવવાની શરૂ થઇ ત્યારે લોકોએ એવું માની લીધું કે કોરોનાથી બચવા રસીકરણ પુરતું છે. એટલે લોકો ફરીથી એવું જીવન જીવવા માંડયો જે કોરોના મહામારી પહેલાં જીવતા હતા.કેટલાંક લોકોએ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવાના અને માસ્ક પહેરવાના નિયમોને નજર અંદાઝ કરવા માંડયા. એટલે ગયા વર્ષની સરખામણીએ બાળકોમાં સંક્રમણની સંખ્યા વધવા માંડી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો