શું તમે પણ ગરમીના કારણે પરસેવાની સમસ્યાથી કંટાળી ગયા છો તો કરો આ ઉપાય અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

ગરમીની ઋતુમાં પરસેવો આવવો સામાન્ય વાત છે. પરંતુ પરસેવાના કારણે આવતી દુર્ગંધ સામાન્ય વાત નથી. પરસેવાથી આવતી દુર્ગંધ શરીરમાં પાણીની ઉણપ કે શરીરને ડીહાઇડ્રેટ થવાના સંકેત હોય શકે છે. તે સિવાય વધારે ચિંતા કરવાથી પણ પરસેવો થઇ શકે છે. જે લોકો દવાઓનું સેવન કરે છે તે લોકોમાં પણ દુર્ગંધ આવી શકે છે. કેટલીક વખત પરસેવાના કારણે લોકોની સામે શરમ અનુભવવી પડે છે. તો આ દુર્ગંધથી બચવા માટે લોકો પાઉડર કે પરફ્યૂમનો ઉપયોગ કરે છે. પરંતુ તેની સુગંધ થોડાક સમય માટે જ રહે છે. તો આવો જોઇએ પરસેવાની દુર્ગંધથી રાહત મેળવવા માટે કેટલાક એવા ઘરેલું નુસખા છે જેનાથી તમે આ દુર્ગંધથી રાહત મેળવી શકો છો.

કાકડી

ગરમીની ઋતુમાં ત્વચામાંથી નીકળતા પરસેવાની દુર્ગંધ માટે કાકડી ખૂબ ફાયદાકારક હોય છે. તેમા રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ પરસેવાના બેક્ટેરિયાને ખતમ કરી દુર્ગંધને રોકે છે. તમે કાકડીને ડાયેટમાં સામેલ કરી શકો છો. તે સિવાય સ્નાન કરવાના પાણીમાં કાકડીના રસને મિક્સ કરવાથી પણ ફાયદો મળે છે. તેમજ કાકડીને અંડરઆર્મ્સ પર કાકડી રગડવાથી પણ ખૂબ ફાયદો થાય છે.

લીંબુ

પરસેવાથી છૂટકારો મેળવવા માટે લીંબુનો રસ ખૂબ અસરકારક હોય છે. તે પરસેવાથી નીકળતા બેક્ટેરિયાને ઉત્પન્ન થતા રોકે છે અને તમે ફ્રેશ અનુભવો છો. જેના માટે સ્નાન કરવાના પાણીમાં લીંબુનો રસ ઉમેરી સ્નાન કરવું જોઇએ.

બેકિંગ સોડા

એક ચપટી બેકિંગ સોડા સ્નાન કરવાના પાણીમાં ઉમેરવાથી ફાયદો થાય છે. સ્નાન કર્યા પછી થોડોક બેકિંગ સોડાને પાણી સાથે ઉમેરીને અંડરઆર્મ્સ અને શરીર પર લગાવો. થોડીક વાર રહેવા દો અને ત્યાર પછી ટુવાલથી સાફ કરો. આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થશે અને તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો