1 ઓક્ટોબરથી બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સમગ્ર દેશમાં એક જેવા લાઈસન્સ અને આરસી બનાવવામાં આવશે

રાજ્યના ડ્રાઈવિંગ લાઈસન્સ ફોર્મેન્ટ અલગ થવાના કારણે થતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એક જવું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન પહેલા જ જાહેર કરી દીધું છે. તેના અનુસાર, 1 ઓક્ટોબર 2019થી સમગ્ર દેશમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)નુ ફોર્મેટ એક જેવું થઈ જશે.

આ રીતે મળશે ધારકને સંપૂર્ણ જાણકારી

એક જેવું ફોર્મેટ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં એક જેવા ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવામાં આવશે. નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, દેશનાં દરેક રાજ્યના ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)નું ફોર્મેટ એક જેવું હશે. આ તમામ ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસીનો કલર પણ એક જેવો હશે અને તેમાં લાઈસન્સ ધારક અથવા વાહન માલિકને લગતી તમામ મહિતી એક જ જગ્યાએ મળશે.

કોઈ મૂંઝવણ નહીં રહે

પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી રાજ્ય પોતાની સુવિધાના અનુસાર અલગ અલગ ફોર્મેટપર ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી જાહેર કરે છે. તેનાથી અન્ય રાજ્યોમાં તેની માન્યતા વિશે મૂંઝવણ રહેતી. પરંતુ દેશમાં એક જેવું લાઈસન્સ અને આરસી હોવાથી આ સમસ્યા નહીં સર્જાઈ.

પીવીસી અથવા પોલીકાર્બોનેટનું ડીએલ હશે

નોટિફિકેશનના અનુસાર, તમામ રાજ્યોએ 1 ઓક્ટોબરથી પીવીસી અથવા પોલિકાર્બોનેટ પર ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બનાવવાનું રહેશે.તેમાં એક ચિપલગાવવાં આવી હશે જેમાં તમામ જાણકારી કેન્દ્ર સરકારના ફોર્મેટના અનુસાર ફાઈલ કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો