ગુજરાતના ખેડૂતે કૃષિ ક્ષેત્રે અમેરિકામાં વગાડ્યો ડંકો, બે વાર કરાયા એવોર્ડથી સન્માનિત

અમેરિકામાં રહેતા રાજ્યના ખેડૂતે મેળવેલ સિદ્ધિને લઇને આ ખેડૂતે એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્ડર્થી સન્માનિત કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના દિવ્યેશ પટેલના સન્માનને લઇને પરિવાર સહિત બોડેલી પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.

આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે ભારતના અને એમાં પણ આપણા ગુજરાતના એક ખેડૂતે કૃષિ ક્ષેત્રે અમેરિકામાં ડંકો વગાડ્યો છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલિખરવા ગ્રામ પંચાયતના સરપંચ કંચન પટેલના પુત્ર દિવ્યેશ પટેલ કે જે વર્ષ 2001થી અમેરિકામાં સ્થાયી થયેલા છે. જેઓને અમેરિકાની સરકાર દ્વારા ખેતીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ બિઝનેસ કેટેગરીનો ઇ-એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ ખેડૂતે એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્થી સન્માનિત કરવામાં આવ્યા છે.

વ્હાઇટ હાઉસમાં ગત મહિને યોજાયેલ એવોર્ડ સેરેમની કાર્યકર્મમાં દિવ્યેશ પટેલને લીલા ચણા, વટાણા, મસૂર જેવા કઠોળનું મોટાપાયે ઉત્પાદન કરી તેનું પ્રોસેસ કરી અમેરીકાથી ભારત સહિત 35 દેશોમાં નિકાસ કરવા બદલ બિઝનેસ કેટેગરીમાં ઇ-સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મૂળ બોડેલીના દિવ્યેશ પટેલને વર્ષ 2015માં પણ અમેરીકાના રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ 23મી મેના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસમાં દિવ્યેશ પટેલને બીજીવાર એવોર્ડ મળતા પરિવરાજનો અને બોડેલીવાસીઓમાં આનંદ સાથે ગર્વની લાગણી પ્રસરી છે.

હાલ બોડેલી ખાતે રહેતા દિવ્યેશના પિતા કંચન પટેલ કે, જેઓ પોતે બોડેલીના અલિખેરવા ગ્રામ પંચાયતના સરપંચ હોવાની સાથે પંથકના એક સમાજસેવી વ્યક્તિ પણ છે. ગામના જ એક યુવાને મેળવેલ આ અભૂતપૂર્વ સિદ્ધિને લઇને પંથકના લોકો કંચનભાઇ પટેલને મળવા આવી રહ્યાં છે. અને મો મીઠું કરાવી અભિનંદન પાઠવી રહ્યાં છે. ત્યારે પોતાના પુત્રએ કરેલી બોડેલીથી અમેરીકાની સફર અને મેળવેલી સિદ્ધિ અંગે બોડેલી ખાતે રહેતા દિવ્યેશના પિતા કંચનભાઇ પટેલે વાતચિત કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો