ગ્રેજ્યુએટ દિવ્યાંગ દીકરી, પગ ન હોવા છતાં કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે અમદાવાદમાં ચલાવે છે રીક્ષા

દીકરીને સાપનો ભારો સમજનારા અને માતાની ઉદરમાં જ હત્યા કરનારાઓની આપણા દેશમાં કોઈ કમી નથી. કેટલાક સમાજમાં દીકરીને જન્મની સાથે એક સમજવામાં આવે છે, પરંતુ આ દીકરી જ્યારે એક કેન્સરગ્રસ્ત બાપની સારવાર માટે શહેરના માર્ગો પર પુરુષનું કામ દીકરી કરે ત્યારે દરેક દીકરીના બાપની આંખમાંથી આંસુ સરી પડે છે. અમદાવાદની એક દીકરી જેને એક પગ નથી, પરંતુ શિક્ષિત છે પણ નોકરી નથી. પિતા છે પણ લાચાર છે ત્યારે આ દીકરી અમદાવાદના રસ્તા પર રીક્ષા ચલાવે છે. અંકિતા શાહ નામની દિવ્યાંગ દીકરીની નોકરી છૂટી જતા પરિવારજનોના ભરણપોષણ અને કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવે છે.

પગથી લાચાર પણ ઈરાદાઓ ઉંચા

આ અંગે અંકિતા બહેને જણાવ્યું કે, હું પગથી લાચાર છું પણ મારા ઈરાદા ખૂબ ઊંચા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અંકિતા બહેન શાહ મૂળ પાલીતાણાની રહેવાસી છે. જ્યારે તેમના પિતા અશોકભાઈ હાલ ચોથા સ્ટેજના કેન્સરથી પીડાઈ રહ્યા છે.

પિતાની સારવાર માટે મોડીરાત સુધી રીક્ષા ચલાવે છે

અંકિતા બહેને આગળ જણાવ્યું હતું કે, હું જન્મથી વિકલાંગ છું અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ પણ છું. હું દિવ્યાંગ હોવાથી મારી સાથે નોકરીમાં તેમજ બીજા વ્યવહારોમાં ભેદભાવ રાખવામાં આવતો હતો. દિવ્યાંગ હોવાના લીધે નોકરી દરમિયાન ભેદભાવ કરી રૂ.5000 અને સામાન્ય વ્યક્તિને રૂ. 8000 પગાર આપવામાં આવતો હતો. જેથી મારે જરૂરિયાતો પુરી કરવા માટે અન્ય કામો મેળવવા માટે પ્રયત્નો કરવા પડતા હતા. તેમજ મારી નોકરી છૂટી જતા બીજી નોકરી ન મળી હોવાથી હું 6 મહિનાથી રીક્ષા ચલાવું છું. હાલ મારા પિતા કિમોથેરાપી માટે સુરતમાં છે જ્યારે હું અમદાવાદમાં દિવસ-રાત રીક્ષા ચલાવું છું અને બને એટલી પિતાની મદદ કરું છું. મેં દિવ્યાંગ હોવા છતાં હાર માની નથી. મારી જેમ અન્ય દિવ્યાંગોને પણ પોતાના નબળા વિચારોમાંથી બહાર આવવું જ પડશે, તમે કરી શકો છો અને કરશો એમ માની હું મોડી રાત્રે પણ રીક્ષા ચલાવું છું અને દરેક સ્થિતિને પડકારવા તૈયાર છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો