સુરતનો ઇજનેરીનો વિદ્યાર્થી કીમ પાસે ચાલુ ટ્રેને વીજ પોલ સાથે અથડાયો, માથું ટ્રેનમાં રહ્યું ને ધડ અડધો કિમી દૂર મળ્યું

સુરતઃકીમ-કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનના દરવાજે ઉભેલા ભરૂચ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું રેલવે વીજપોલ સાથે ભટકાતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થીનું ધડ કીમ કોસંબા વચ્ચે નદી નજીકથી મળી આવ્યું હતું. જ્યારે માથું ટ્રેનના ડબ્બામાં કીમ સુધી પહોંચતાં ડબ્બામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, સદર ઘટના બનતા સુરત રેલવે ડીવાય એસપી, પીઆઈ, પીએસઆઇ, રેલવે એલસીબી સહિત કોસંબા રેલવે પોલીસ કીમ રેલવે સ્ટેશન તેમજ ઘટના સ્થળે પહોંચી અકસ્માત કે અન્ય પ્રકારે મોત થયું છે કે કેમ તેની તપાસમાં આવી પહોંચી હતી.

મુસાફરોમાં અરેરાટી વ્યાપી

મૂળ અમરેલી,લીલીયાના રહેવાસી અને ભરૂચ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના બીજા વર્ષમાં કોલેજ હોસ્ટેલમાં રહી વિદ્યાર્થી દિવ્યાંગકુમાર ચીમનભાઈ ભાલાળા (19) અભ્યાસ કરે છે. સોમવારના રોજ કોલેજની પરીક્ષા પૂર્ણ દિવ્યાંગ ભાલાળા કરી હોળી ધૂળેટીની રજા હોવાથી સુરત ખાતે યોગી ચોકમાં રહેતા કાકાને ત્યાં બપોરની ભરૂચ વિરાર મેમુ ટ્રેનમાં ભરૂચથી સુરત જવા નીકળ્યો હતો. ત્યારે વિગત મુજબ કીમ-કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે કીમ નદી નજીક દરવાજા પાસે ઉભેલો દિવ્યાંગ કોઈક રીતે રેલવેના વીજપોલ સાથે જોરદાર ભટકાયો હતો. જે બાદ તેનું ધડ ટ્રેન નીચે પડી ગયું અને માથાનો ભાગ છેક કીમ સુધી ટ્રેનના ડબ્બામાં આવી પહોંચતા મુસાફરોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

યુવકનું ધડ કીમ નદી પાસે જ્યારે માથું ટ્રેનના ડબ્બામાં કીમ પહોંચ્યું

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ મિત્રોને, સુરત રહેતા કાકા અને પરિવારને થતા કીમ સ્ટેશને આવી પહોંચ્યા હતા. જે બાદ સદર ઘટના આર. પી. એફ સહિત કોસંબા રેલવે પોલીસને અકસ્માત બાબતે આશંકા જતા રેલવે ડીવાયએસપી ડી જી કંઠારીયા રેલવે પીઆઇ કે એમ ચૌધરી,પીએસઆઇ રેલવે એલ.સી.બી પી.આઈ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો કીમ સ્ટેશને તેમજ ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ સાથે ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

એક કાકાએ મને દિવ્યાંગનું માથું બતાવ્યું

અમે કોલેજમાં સાથે ભણીએ છીએ. આજે અમે ભરૂચથી બપોરે મેમુ ટ્રેનમાં સુરત જવા બેઠા હતા. દિવ્યાંગ ટ્રેનના દરવાજા પાસે હતો. કોસંબા સુધી હું સાથે હતો . પછી બધાએ બુમો પાડી પછી ટ્રેનમાં જ્યારે કીમ સ્ટેશને આવ્યા ત્યારે એક કાકાએ મને તેના ફોનમાં તેનું કપાયેલું મોઢું મને બતાવ્યું ત્યારે ખબર પડી કે દિવ્યાંગ ભાલાળા છે. – મેહુલ હડિયા , સાથી વિદ્યાર્થી મિત્ર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો