આણંદ: 17 વર્ષીય સગીરને ભગાડી જનારી 22 વર્ષની ડિવોર્સી યુવતી સામે અપહરણનો ગુનો નોંધાયો: બંનેને સુરતથી પાછા લવાયાં

નવ દિવસ પહેલાં 17 વર્ષીય સગીરને સાથે કામ કરતી 22 વર્ષીય યુવતી ભગાડી જવાના કિસ્સામાં આંકલાવ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે બંને જણાને સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસે યુવતી અને યુવક બંનેના રિપોર્ટ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જો બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં ખૂલશે તો યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાશે, જે આણંદના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આંકલાવ તાલુકાના રામપુરા ગામે ગાયત્રીબેન મગનભાઈ સોલંકી રહે છે. તેઓ આંકલાવની એક નર્સરીમાં કામ કરતી હતી, જ્યાં તે 17 વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી. એ પછી પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને તેણે ગત પહેલી જૂનના રોજ સગીરને પટાવીફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગઈ હતી.

આ બનાવ સંદર્ભે પરિવારજનોની તપાસમાં સગીરને યુવતી ભગાડી ગઈ હોવાનુું ખૂલતાં તેમણે ગાયત્રી સોલંકી વિરુદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બીજી તરફ પોલીસ દ્વારા બંનેના મોબાઈલ ફોનના કોલ-ડિટેઈલ અને લોકેશનના આધારે તે સુરતમાં હોવાનું ખૂલતાં પોલીસે બંનેને સુરતના વરાછામાંથી ઝડપી પાડ્યાં હતાં.

પોલીસ તપાસમાં યુવતી રૂપિયા સાતથી આઠ હજાર અને કિશોર પાંચ હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયાં હતાં. બંને જણા ઘર ભાડે રાખીને રહેતાં હતાં. યુવતી ઘરે જ હતી, જ્યારે સગીર છેલ્લા એક અઠવાડિયાથી નોકરી પર લાગ્યો હતો. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યાં છે.

6 હજારનું ઘર ભાડું યુવતીએ એડવાન્સ આપ્યું હતું
પોલીસે બંનેને જ્યારે ઝડપી પાડ્યા ત્યારે બંને જણા સુરતમાં એક ઘર ભાડે રાખીને રહેતાં હતાં. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપિયા બે હજાર ઘર ભાડા પૈકી, રૂપિયા છ હજાર એમ ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું આપી દીધું હતું. આ ભાડું યુવતીએ ચૂકવ્યું હતું.

બંને ભાગ્યા ત્યારે પીડિત સગીર હતો, પાછા આવ્યા ત્યારે પુખ્ત
આ પ્રકારના કિસ્સામાં જ્યારે ભોગ બનનારી યુવતી હોય ત્યારે પૂછપરછ મહિલા પોલીસ કરતી હોય છે પરંતુ અહીં યુવતી પુખ્ત વયની હતી, જ્યારે પ્રેમી સગીર વયનો હોવાથી યુવતી સામે અપહરણનો ગુનો નોંધાયો છે અને જો બંને વચ્ચે શારીરિક સંબંધ સાબિત થશે તો ગાયત્રી સામે કિશોરનું જાતીય શોષણ કરવાનો ગુનો નોંધાશે.

બંને જણ ભાગ્યાં ત્યારે કિશોરની વય 17 વર્ષ,11 મહિના અને 26 દિવસની હતી, જ્યારે પાછાં આવ્યાં ત્યારે તે 18 વર્ષનો થઇ ગયો છે. તેણે પૂછપરછમાં બંનેએ નવ દિવસમાં બેવાર શારીરિક સંબંધ બાધ્યાનું કહ્યું હતું. બીજી તરફ યુવતીએ પણ તે સગીરને પ્રેમ કરતી હોઈ આ પગલું ભર્યું હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાયત્રી સોલંકીએ અમદાવાદ ખાતે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, પરંતુ બે દિવસ રહ્યા બાદ તે ઘરમાંથી માલ-સામાન લૂંટીને આવી હતી. એ પછી તેણે એ જ રીતે બીજા લગ્ન પણ કર્યા હતા, જે ટક્યા નહોતા.

18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળક જ ગણાય
પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂલ ઓફેન્સ એક્ટ) એક્ટ 2012 સેક્શન 11 પ્રમાણે, બાળક પર જાતીય સતામણીનો ભોગ બનાવવાના કિસ્સામાં જે-તે આરોપી વિરુદ્ધ ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. સતામણી, હુમલો તેમજ પોર્નોગ્રાફીથી બચાવવા એકટ બનાવાયો હતો, જેમાં 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના તમામને બાળક જ ગણવામાં આવે છે. > કિશોરી ફટાણિયા, સરકારી વકીલ, આણંદ જિલ્લા કોર્ટ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો