PMએ જ્યારે કોરોના સામે જીત જાહેર કરી હતી ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા, આજે રાહતના શ્વાસ લઈ રહ્યો છે આ જિલ્લો

દેશ આખો જ્યારે કોરોના સામે લડાઈ જીતી ગયા તેવું જાહેર કરી રહ્યો હતો ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા અને આજે તેમની દીર્ઘદ્રષ્ટિથી તેમનો જિલ્લો રાહતના શ્વાસ લઈ રહ્યો છે.

ખૂબ જ પછાત અને આદિવાસ જિલ્લા નંદુરબારમાં કોરોના વાયરસ સામે જંગ માત્ર 20 બેડ સાથે શરૂ થઈ હતી. આજે આ જિલ્લામાં 1,289 બેડ, કેર સેન્ટરમાં 1,117 બેડ જ્યારે ગ્રામીનો હોસ્પિટલોમાં 5620 બેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. શાળા, હોસ્ટેલ, સોસાયટી અને મંદિરોમાં બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. આટલું જ નહીં 7000થી વધારે તો આઇસોલેશન બેડ અને 1300 ICU બેડ તૈયાર છે.

લોકો કહી રહ્યા છે આવા DM બધા જિલ્લાને મળે

આ જિલ્લાના જિલ્લાધિકારી ડૉ. રાજેન્દ્ર ભરુડની આ કામ માટે ખૂબ વાહવાહી કરવામાં આવી રહી છે, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ હવે આ મોડલને આખા રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

ડિસેમ્બર મહિનામાં જ શરૂ કરી દીધા આ કામ

નોંધનીય છે કે IAS અધિકારી ડૉ. રાજેન્દ્ર ભરુડે ડિસેમ્બર મહિનામા જ હેલ્થ સિસ્ટમ ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ટેસ્ટિંગ વધારવા માટે કામ કરવામા આવ્યું અને ઑક્સીજન પ્લાન્ટ પણ નાંખી દેવામાં આવ્યા આ સાથે 3 મહિનામાં 28 ઍમ્બ્યુલન્સ પણ ખરીદવામાં આવી.

બીજા શું પગલાં લીધા

– સ્થાનિક લોકોને ખાસ ટ્રેનિંગ આપીને તેમનાથી સેવાઓ લેવામાં આવી
– ફેસબુક પેજ, ટ્વિટર અને વેબ પોર્ટલ પર બેડ, ઑક્સીજન અને દવાઓની જાણકારી આપવામાં આવી કે કેટલા ઉપળબ્ધ છે
– કંટ્રોલ રૂમ ઊભું કર્યું અને 24 કલાક ચાલતી હેલ્પલાઈન ચાલુ કરાઇ, સોશ્યલ મીડિયામાં પણ લોકોને મદદ કરાઇ

બધે કોવિડ વોર્ડ બંધ કરાતા હતા ત્યારે ડૉ. ભારુડે ઓક્સિજન પ્લાન્ટ નાખ્યો

આ અંગે ડૉ. રાજેન્દ્ર ભારુડે કહ્યું હતું કે અમેરિકા અને બ્રાઝિલમાં એ સમયે કૂદકે ને ભૂસકે કેસ વધતાં આપણા દેશમાં પણ કોરોનાની બીજી લહેર આવશે એ નક્કી હતું. એક ડોક્ટર તરીકે મને અંદાજો હતો કે બીજી લહેરમાં સૌથી મોટી તંગી ઓક્સિજનની જ થશે. આ કારણે જ સપ્ટેમ્બર, 2020માં અમે જિલ્લામાં પહેલો 600 લિટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો. એ સમયે અમારા જિલ્લામાં કોઈ એક દિવસમાં સર્વોચ્ચ કેસનો આંક 190 જ હતો. આમ છતાં માર્ચમાં અમે બીજો પ્લાન્ટ શરૂ કર્યો.

આજે અમારી ઓક્સિજન ઉત્પાદનક્ષમતા પ્રતિ મિનિટ 2400 લિટરની થઈ ગઈ છે. એપ્રિલમાં અમારો જિલ્લાનો એક દિવસનો સર્વોચ્ચ આંક 1200 કેસ થયો અને હવે અમે પ્રતિ મિનિટ 600 લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતાવાળો ત્રીજો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

હોસ્પિટલોમાં પાઈપનું નેટવર્ક ઊભું કરી ઓક્સિજન પૂરો પાડ્યો

સમગ્ર નંદુરબાર જિલ્લામાં અસરકારક રીતે વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરનારા ડૉ. ભારુડે સતત જિલ્લાના ડોક્ટરો સાથે સંપર્કમાં રહીને તેમની જરુરિયાતો પર ધ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે અમારા ડોક્ટરોને કોઈ સુવિધા પૂરી પાડવામાં કચાશ રાખવા નહોતા માગતા. અમને ખબર હતી કે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કટોકટી ઓક્સિજનની જ થશે. આ માટે અમે સરકારી ફંડ તેમજ સીએસઆર ફંડમાંથી મળી રૂ. 85 લાખનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો હતો.

એટલું જ નહીં, શક્ય એટલી હોસ્પિટલોમાં પાઈપલાઈન વડે ઓક્સિજનનો જથ્થો પહોંચતો થાય તેવી પણ સુવિધા ઊભી કરી હતી, જેથી સિલિન્ડરોની અછતનો ભોગ બનવું ન પડે. તદુપરાંત દર્દીનું ઓક્સિજન લેવલ ડાઉન જાય કે તરત તેમને સપ્લાઇ મળે તો 30% ઓક્સિજન ઉપયોગથી જ તેમની તબિયત સુધરવા માંડે છે.

મહારાષ્ટ્ર સરકારે પણ નંદુરબાર પેટર્ન અનુસરવા કલેક્ટરોને તાકીદ કરી
ડૉ. ભારુડ, 2013ની બેચના IAS ઓફિસરની હવે સમગ્ર મહારાષ્ટ્રના સનદી અધિકારીઓની આલમમાં પ્રશંસા થઈ રહી છે. ખુદ મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંતેએ હાલમાં જ જણાવ્યું હતું કે નંદુરબાર પેટર્ન પર ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના આખા રાજ્યમાં કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે સરકારે પણ તમામ જિલ્લા કલેક્ટરોને આ રીતે ઓક્સિજન નેટવર્ક ઊભું કરવા તાકીદ કરી છે અને એને અનુસરીને હવે લગભગ દરેક જિલ્લા કલેક્ટરે ડૉ. ભારુડનો સંપર્ક શરૂ કરી દીધો છે.

નોંધનીય છે કે ડૉ. રાજેન્દ્ર ભરુડ પોતે નંદુરબારના જ રહેવાસી છે અને તે આદિવાસી પરિવારથી આવે છે. તેમના જન્મ પહેલા જ પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેમની માતા તે સમયે એટલા ગરીબ હતા કે તેમની પાસે પતિની ફોટો પણ નથી. તેમની માતાએ શરાબ વેચીને રાજેન્દ્રને મોટા કર્યા અને આજે તેઓ IAS અધિકારી તરીકે એવું કામ કરી રહ્યા છે કે આખા દેશમાં તેમની ગણના એક કોરોના હીરો તરીકે થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો