ગુજરાત ACBને મોટી સફળતા: કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી મળી રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત, 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા અને 11 દુકાનો સહિતનું રોકાણ

ગુજરાતમાં સૌથી વધુ રૂ. 30 કરોડ કરોડની અપ્રમાણસર મિલકત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ ઝડપી પાડી છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. ACBએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. 24.97 કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. 55.45 કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું.

ગુજરાત ACBએ ઇતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ કરેલો છે. વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાની વિગત મળતાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા તમામ વસ્તુ ચકાસી માહિતી મેળવી હતી. તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતાં 122.39 ટકાથી વધારે એટલે કે રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. આ પ્રકારનો પ્રથમ કેસ છે. 2020માં 38 ગુના દાખલ કરેલા જેમાં રૂ. 50 કરોડ ઉપર રકમ થતી હતી. ચાલુ વર્ષે પ્રથમ માસમાં 3 ગુના દાખલ કરતા તેમાં રૂ. 33 કરોડ ઉપર રકમ થાય છે. હાલ પ્રાથમિક તપાસમાં ગુનો દાખલ કરેલો છે.

નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકો સામે મિલકત વસાવેલી છે. 18 જેટલા સર્વે નંબર છે. 2 પ્લોટ. 3 ફ્લેટ. 2 બંગલો. 11 દુકાન. રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરેલું છે. ચેહર અને જય રણછોડ શોપ છે. 11 લક્ઝુરિયસ કાર છે. જેમાં BMW, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની મોંઘીદાટ કાર છે. ટોટલ એમના અને એમના પરિવારના મળીને 30 જેટલા બેન્ક એકાઉન્ટ છે. કારની 3 કરોડ જેટલી. 4 કરોડ જેટલા નાણા બેંકમાં ટ્રાન્સફર કર્યા હશે.

વર્ષ 2020માં ACBએ 38 કેસ કરીને 50 કરોડની બેનામી મિલકત શોધી

ગુજરાત ACB વર્ષ 2020માં 198 કેસ કરીને 307 ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-1ના 7 બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના 38 કેસ કરીને રૂ.50.11 કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે 2020ના વર્ષમાં ACBના કેસોમાં સજાનો દર 40 ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ 31 દિવસ સુધી જેલવાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ACBએ ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી છે.

ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત ACBમાં કરાઇ છે. વર્ષ 2020માં ACB દ્વારા પકડાયેલા 275 આરોપીને કુલ 8513 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં 56 આરોપી સાથે સુરત પહેલા નંબરે, 53 આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને 44 આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા હતા.

રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા અનેક પ્રયાસો બાદ પણ લાંચિયા અધિકારીઓનો લોભ થોભતો નથી. ACB દ્વારા આજે પણ ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ACB દ્વારા 1064 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં પણ ACBને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.

અપ્રમાણસર મિલકત પકડવા માટે ACBની BaDA યુનિટની રચના
જાહેર સેવકોએ વસાવેલી અપ્રમાણસરની મિલકતો અને બેનામી મિલકતો શોધી કાઢી તેમની વિરુદ્ધ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત એસીબીમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરના અધ્યક્ષપણા હેઠળ એક BaDA (બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરી છે, જે દેશમાં સૌપ્રથમ ગુજરાત એ.સી.બી.માં શરૂઆત થયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો