“દીકરી વ્હાલનો દરિયો” સુત્રને સાર્થક કરતુ “શ્રી ખોડલધામ ટ્રસ્ટ”

૨૧-૧૧-૧૯૯૩ ના દિવસે રાજકોટ જીલ્લાના ખેરડી ગામે લેઉવા પટેલ સમાજના ખેડૂત વિનોદભાઈ રામાણીના પરિવારમાં એક પુત્રીનો જન્મ થયો.નામ એનું શ્રદ્ધા. પ્રાથમિક અને માધ્યમીક અભ્યાસ ખરેડી શાળામાં કરીને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ ગોંડલમાં પૂરો કર્યો.ત્યારબાદ રાજકોટની ખાનગી કોલેજમાં B.C.A. નો અભ્યાસ પૂર્ણ કર્યો.

અભ્યાસની સાથે-સાથે અનેક પ્રવૃતિઓની સાથે જોડાયેલી રામાણી પરિવારની આ લાડક્વાયીને પ્રાથમિક અભ્યાસથી જ પોલીસ વિભાગ અને ખાખી વર્દીનો ભરપુર શોખ હતો પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની માહિતીનો અભાવ હતો. ગ્રેજ્યુએશન બાદ ખાનગી કંપનીમાં ૫ મહિના નોકરી કર્યા બાદ સરકારી નોકરીના સ્વપ્નને સેવનારી શ્રદ્ધાને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેની જાણ થઈ અને તેણે સફળતા માટે શરૂઆત કરી.

લેઉવા પટેલ સમાજમાં પોતાનો જન્મ થયો હોવાથી ગર્વ અનુભવતી આ યુવતી આખરે આવી પહોંચી લેઉવા પટેલ સમાજના મેનેજમેન્ટ ગુરુ “શ્રી નરેશભાઈ પટેલ” ના વિચારથી સમાજના વિકાસ અને ઉત્થાન માટે તૈયાર કરવામાં આવેલા “શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર,રાજકોટ”ખાતે.
શ્રી સરદાર પટેલ ભવન” માં વર્ષ-૨૦૧૫ પોલીસ વિભાગના તાલીમ વર્ગમાં જોડાઈને આ યુવતીએ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને ટૂંક સમયમાં આવેલી “પોલીસ કોન્સ્ટેબલ” ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસે જ સફળ બની.

વધુમાં આ યુવતી જણાવે છે કે,જયારે હું તાલીમ વર્ગમાં તાલીમ મેળવવાની શરૂઆત કરી ત્યારથી મને સંસ્થાએ એક અદભુત વાતાવરણ, શ્રેષ્ઠ માર્ગદર્શકો ની ટીમ તથા જરૂરીયાત મુજબ અભ્યાસને અનુલક્ષી તમામ પ્રકારના “સ્ટડી મટીરીયલ્સ” પુરા પાડ્યા છે ઉપરાંત ગર્વની વાત તો એ છે કે હું પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં સફળ થયા બાદ મારા પોસ્ટીંગ સુધીની ચિંતા “શ્રી ખોડલધામ ટ્રસ્ટ” અને “શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન” એ કરી છે.અને હાલમાં હું માલવીયાનગર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવું છું, જે “શ્રી ખોડલધામ ટ્રસ્ટ” અને તેના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલને આભારી છે.

ટૂંકમાં “સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની પરીક્ષાથી પોસ્ટીંગ સુધીની ચિંતા કરતી મારા માટે લગભગ વિશ્વની પ્રથમ સંસ્થા એટલે- શ્રી ખોડલધામ ટ્રસ્ટ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો