ડાયમંડ વર્કરના દીકરા મૌલિક ઠુમ્મરે SVNITમાં પ્રથમ રેન્ક મેળવતા 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા, UGમાં તમામ પ્રોગ્રામમાં ફર્સ્ટ

શુક્રવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો 18મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.રમેશ પોખરિયાલ “નિશંક’ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલ એન્ડ ટીના મુખ્ય કાર્યકારી અધિકારી વાય.એસ ત્રિવેદી હાજર રહ્યાં હતા.

આ પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 1180 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 27 વિદ્યાર્થીઓેને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં બી.ટેક મિકેનિકલ એન્જિનિયરીંગના વિદ્યાર્થી ઠુમ્મર મૌલિકે ઈન્સ્ટિટ્યુટના UG તમામ 6 પ્રોગ્રામમાં પ્રથમ રહ્યો હતો. તેમજ ઓવર ઓલ ઈન્સ્ટિટ્યુટ ટોપર રહેવા બદલ 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ અંગે ઠુમ્મર મૌલિકે જણાવ્યું હતું કે, 2016માં JEEમાં 13000મો રેન્ક હતો તેના કારણે મને સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું. જોકે, મારે મિકેનિકલમાં એડમિશન જોઈતું હતું. જોકે પહેલા વર્ષમાં ટોપ-2માં રેન્ક હોવાથી મને મિકેનિકલમાં એડમિશન મળ્યું હતું.

મારા પપ્પા કમલેશભાઈ ડાયમંડ વર્કર છે. જેમનો મહિને પગાર 10થી 15 હજાર રૂપિયા છે. તેની સામે SVNITની એક વર્ષની ફી 1.30 લાખ હતી. પપ્પા ધોરણ 8 સુધી જ ભણેલા હતા એટલે તેમણે મને એન્જિનિયર તરીકે જોવો હતો. એટલે ગમે તેમ કરીને ફી ભરી અને આજે મેં તેમનું સપનું પુરૂ કરતા ઈન્સ્ટિટયુટમાં ટોપ રેન્ક મેળવ્યો છે. 4 વર્ષ જે થિયરી ભણ્યા છે તેને અસલ જિંદગીમાં પ્રેક્ટિકલ કરી અનુભવ લેવો છે એટલા માટે હાલ નોકરી કરૂ છું. જ્યાં મારૂ વાર્ષિક પેકેજ 6.5 લાખનું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો