સુરતઃ માતા-પિતા આઠમું પાસ, રત્નકલાકાર પટેલના દીકરાએ મેળવ્યા 99.99 PR

સુરતઃ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય રત્નકલાકારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ભરતભાઈ ઝડફિયાએ સ્માર્ટ રીતે મેહનત કરીને 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, માતા-પિતા ઓછું ભણેલા હતા. જેથી તેમની ઈચ્છા હતી કે, હું ભણીગણીને આગળ વધુ.

એક વર્ષ સુધી ટીવી અને ફરવા જવાનું બંધ કર્યું

12 સાયન્સ પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ સાથે મેદાન મારનાર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી ટીવી અને ફરવા જવાનું બંધ કર્યું હતું. રોજ 5થી 6 કલાક જેટલું વાંચન કરતો હતો. શિક્ષકોની મહેનત અને માતા-પિતાના સપોર્ટથી આ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. માતા-પિતા ઓછું ભણેલા હોવાથી તેમની ઈચ્છા પુરી કરવા ખૂબ મહેનત કરી આ સિદ્ધી હાંસલ કરી છે.

પિતા રત્નકલાકાર, માતા હાઉસ વાઈફ

સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, તેઓ મૂળ અમરેલી જિલ્લાના લાઠીના વતની છે. અને વર્ષોથી સુરતમાં નાના વરાછા ખાતે આવેલી મણીનગર સોસાયટીમાં રહે છે. પિતા ભરતભાઈ ઝડફીયા રત્ન કલાકાર છે. જ્યારે માતા હાઉસ વાઈફ છે. માતા-પિતાએ ખૂબ જ સપોર્ટ કર્યો હોવાનું સિદ્ધાર્થે જણાવ્યું હતું.

મિકેનિકલ એન્જિનીયર બનવાની ઈચ્છા

મિકેનિકલ એન્જિનીયરના સ્વપ્ન જોતા સિદ્ધારેથી જણાવ્યું હતું કે, ધોરણ 12માં સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને મિકેનિકલ એન્જિનીયર બનવાની ઈચ્છા રાખે છે. સિદ્ધાર્થે આ પરિણામ પાછળ શિક્ષકો અને માતા-પિતાનો હાથ હોવલાનું જણાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો