હીરાની મંદીથી બેંકના હપ્તા ન ચુકવાતા રત્નકલાકારે આર્થિક સંકડામણ અનુભવતા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

હીરા ઉદ્યોગની મંદિ દિવસેને દિવસે રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે. મોટા વરાછા ઉતરાણ તરફ આવેલી મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારનો ફ્લેટ લોન પર લીધેલો હોય બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી થતી અને ન ભરાતાં બેંક દ્વારા ફ્લેટ બહાર મોટા અક્ષરે નોટિસ લખવામાં આવી હતી. જેથી માઠું લાગી જતાં રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો હતો.જેથી ઘટના સ્થળે પહોંચી અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

ફ્લેટના હપ્તા ચડી ગયા હતા

અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી મંગલમ રેસિડેન્સીમાં રહેતા નયન રમેશ લખાણીયા(ઉ.વ.આ.22)નાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આર્થિક સંકડામણ અનુભવતાં નયનએ LIC HFL બેંકમાંથી લોન લઈને ફ્લેટ ખરીદયો હતો. આ ફ્લેટના હપ્તા છેલ્લા થોડા સમયથી હીરામાં પ્રવર્તતી મંદીના કારણે ભરી શકાયા નહોતા. જેથી બેંક તરફથી ઉઘરાણી કરવામાં આવી હતી.

ઘર બહાર નોટિસ લખાઈ

બેંકમાંથી હપ્તાની ઉઘરાણી માટે ચારેક લોકો 22મીના રોજ આવ્યા હતાં. નયનના પરિવાજનોએ જણાવ્યું હતું કે, બેંકવાળાના કહ્યું કે, દિવાળી પર થોડા દિવસોમાં પગાર થઈ જશે એટલે રૂપિયા ચુકવી દેવામાં આવશે. પરંતુ બેંકવાળાએ કાગળમાં નોટિસ આપવાની જગ્યાએ ફ્લેટની બહાર મોટા અક્ષરે નોટિસ લખી નાખી હતી. જેથી સમગ્ર એપાર્ટમેન્ટના લોકોમાં તેનો ફજેતો થયાનું દુઃખ નયન અનુભવી રહ્યો હતો અને તેના આઘાતમાં જ તેણે આપઘાત કરી લીધો હોય શકે.

દીકરાને ઘોડીએ ચડાવે તે પહેલાં કાંઘ આપવી પડશેઃપિતા

મૃતક નયનના પિતાએ રમેશભાઈએ વિલાપ કરી મુક્યો હતો. માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેતા નયનના મોતથી પરિવાર પર શોકનું મોજું રેલાયું હતું. નયનના પિતાએ ભારેહૈયે શોક વ્યક્ત કરતાં કહ્યું હતુંકે, દીકરાને ઘોડીએ ચડાવીને લગ્ન કરાવવાના સ્વપ્ન તેમણે જોયાં હતાં. પરંતુ હવે તેને કાંધ આપવી પડશે.

બેંકના હપ્તા ન ચુકવાતા રત્નકલાકાર નયન દલખાણીયાએ આપઘાત કરી લીધો હતો(ડાબે ફાઈલ તસવીર,જમણે બેંક દ્વારા લખાયેલી ઘર બહાર નોટી)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો